Year Ender 2022 : જાણો IMDB ટોપ 10 ભારતીય ફિલ્મનું લીસ્ટ, બોલીવુડની ફક્ત એક જ ફિલ્મ
Year Ender 2022 : અમે તમને IMDB ટોપ 10 ફિલ્મોની યાદી જણાવી રહ્યું છે. આ યાદીમાં બોલીવુડની માત્ર એક જ ફિલ્મ છે.
Year Ender 2022 : વર્ષ 2022 સામાન્ય માણસો સાથે સાથે બોલીવુડ માટે પણ ખરાબ રહ્યું છે. આ વર્ષે બોલીવુડની ફિલ્મો બહિષ્કારનો ભોગ બની હતી. આ સાથે લોકલ ભાષામાં બનેલી હિન્દી ડબ્ડ ફિલ્મોએ પણ બોલીવુડની ફિલ્મોને જોરદાર ટક્કર આપી હતી. આવા સમયે અમે તમને IMDB ટોપ 10 ફિલ્મોની યાદી જણાવી રહ્યું છે. આ યાદીમાં બોલીવુડની માત્ર એક જ ફિલ્મ છે.

ટોચ પર રહી RRR
વર્ષ 2022માં સાઉથ બોક્સ ઓફિસના મામલે ઘણી આગળ રહી. બીજી તરફ જુનિયર એનટીઆર અને રામચરણને મુખ્ય ભૂમિકામાંચમકાવતી ફિલ્મ 'RRR' એ દેશથી વિદેશમાં કમાણી કરવાની બાબતમાં ઘણી સફળતા મેળવી છે.
આ સાથે હવે પણ ફિલ્મ સતત નવા રેકોર્ડ નોંધાવી રહી છે. હાલમાં IMD રેટિંગમાં પણ, તેણે બધાને પાછળ છોડી દીધા છે અને ટોપ 10 ની યાદીમાં નંબર વન સ્થાન મેળવ્યું છે.

'ધ કાશ્મીર ફાઇલ્સ'
આ વર્ષે વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ સિનેમાઘરોમાં ઘણી કમાણી કરી છે. ફિલ્મમાં અનુપમ ખેરના અભિનયની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી છે.
ભલે આ ફિલ્મ અત્યાર સુધી એક યા બીજા કારણોસર વિવાદોમાં ઘેરાયેલી રહી છે, પરંતુ IMDb ટોપ 10 ની યાદીમાં આ ફિલ્મ બીજા નંબર પર પોતાનું સ્થાન બનાવી ચૂકી છે.

કેજીએફ ચેપ્ટર 2
વર્ષ 2022 ની સૌથી લોકપ્રિય ફિલ્મોમાંની એક, 'KGF ચેપ્ટર 2' એ રિલીઝ થતાની સાથે જ થિયેટરોમાં ધમાલ મચાવી દીધી હતી.
અભિનેતા યશ અને સંજય દત્તને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી, આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને તે વર્ષની ટોચની ત્રણ IMDbયાદીઓમાં સ્થાન પામી છે.

વિક્રમ
દક્ષિણના દિગ્ગજ અભિનેતા કમલ હાસનની એક્શન ડ્રામા ફિલ્મ 'વિક્રમ' આ વર્ષની લોકપ્રિય ફિલ્મોમાંની એક રહી છે. બોક્સ ઓફિસ પરતગડી કમાણી કરવા ઉપરાંત, આ ફિલ્મ ટોપ 10 IMDb લીસ્ટમાં ચોથા નંબર પર આવી ગઈ છે.

કંતારા
ઋષભ શેટ્ટી દ્વારા દિગ્દર્શિત અને મુખ્ય ભૂમિકામાં બનેલી કંતારા અન્ય ફિલ્મોની સરખામણીમાં ખૂબ જ ઓછા બજેટની ફિલ્મ રહી છે, પરંતુતેની મજબૂત સ્ટોરી અને જબરદસ્ત વાસ્તવિક દ્રશ્યોને કારણે તેણે મોટી કમાણી કરી છે અને IMDBમાં પણ આ ફિલ્મે 5મુ સ્થાન હાંસલ કર્યું છે.

રોકેટરી ધ નામ્બી ઇફેક્ટ
એક્ટર આર માધવનની સાયન્સ ફિક્શન ફિલ્મ 'રોકેટરી ધ નામ્બી ઈફેક્ટ' ઈસરોના વૈજ્ઞાનિક નામ્બી નારાયણના જીવન પર આધારિત છે.
આ ફિલ્મની સૌએ પ્રશંસા કરી હતી. તે વર્ષ 2022 ની IMDb ટોપ 10 યાદીમાં છઠ્ઠા નંબર પર છે.

મેજર
શશિ કિરણ ટિક્કા દ્વારા નિર્દેશિત મેજર, મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના જીવન પર આધારિત છે. મેજર ફિલ્મમાં અભિનેતા આદિવી શેષે મુખ્ય ભૂમિકા ભજવી છે. ટોપ 10 IMDb ફિલ્મોની વાત કરીએ, તો આ વર્ષે મેજર ફિલ્મ સાતમા નંબર પર છે.

સીતા રામમ
અભિનેત્રી મૃણાલ ઠાકુર અને સલમાન દુલકર સ્ટારર ફિલ્મ 'સીતા રામમ' સૌપ્રથમ તેલુગુ, તમિલ અને મલયાલમમાં રિલીઝ થઈ હતી, પરંતુદર્શકોની ઉત્સુકતાને ધ્યાનમાં રાખીને આ ફિલ્મને હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવી હતી.
આ ફિલ્મે હિન્દી ભાષામાં પણ જોરદાર કમાણી કરી હતી. સીતા રામમ ફિલ્મ IMDb ટોપ 10 લીસ્ટ 2022માં આઠમા નંબર પર આવી ગઈ છે.

પોનીયિન સેલવાન ભાગ 1 (PS - 1)
દક્ષિણના ઐતિહાસિક ડ્રામા પોનીયિન સેલવાન અથવા પીએસ વન એક મલ્ટિસ્ટારર ફિલ્મ છે. બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાયે પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે. મણિરત્નમ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આ વર્ષે IMDb રેટિંગમાં નવમા ક્રમે આવી છે.

777 ચાર્લી
કિરણ રાજ અને રક્ષિત શેટ્ટી અભિનીત ફિલ્મ '777 ચાર્લી' દ્વારા દિગ્દર્શિત, માનવ અને કૂતરા વચ્ચેના પ્રેમાળ અને મજબૂત બોન્ડિગને દર્શાવેછે.
એડવેન્ચર કોમેડી ડ્રામા, આ ફિલ્મની સ્ટોરી કેટલીક જગ્યાએ ઈમોશનલ પણ થઈ જાય છે. 777 ચાર્લી વર્ષ 2022ની IMDb રેટિંગ લીસ્ટમાં દસમા નંબરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
