એશ્વર્યા રાય સાથે બ્રેકઅપ અંગે વિવેક ઓબેરોયનું છલકાયું દર્દ, મારૂ કરિયર બર્બાદ થઇ ગયું...

Vivek Oberoi Aishwarya Rai Breakup: બોલીવુડ એક્ટર વિવેક ઓબેરોયે હવે ફિલ્મોની સાથે સાથે OTT પર પણ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી લીધું છે, પરંતુ આ પહેલા તેની પર્સનલ લાઈફના કારણે તેની કરિયર બરબાદ થઈ ગઈ અને તેને ફિલ્મો મળવાનું બંધ થઈ ગયું હતું.

જો વિવેક ઓબેરોયના અંગત જીવનની વાત કરીએ, તો આજે પણ તેનું નામ સૌથી વધુ ઐશ્વર્યા રાય સાથે જોડાયેલું છે. તેમના સંબંધો કોઈનાથી છુપાયેલા ન હતા.

કહેવાય છે કે, તેમના અલગ થવાનું કારણ ઐશ્વર્યાનો એક્સ બોયફ્રેન્ડ સલમાન ખાન હતો. વિવેક ઓબેરોયે પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન બ્રેકઅપ વિશે ખુલીને વાત કરી હતી.

વિવેક ઓબેરોયે ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં ઘણા મોટા ખુલાસા કર્યા હતા. તેણે કહ્યું કે, મારા જીવનમાં એક એવો સમય આવ્યો જ્યારે ઇન્ડસ્ટ્રીના ઘણા પાવરફુલ લોકો મારી કરિયરને બરબાદ કરવા માંગતા હતા.

પછી મારી ફિલ્મ શૂટઆઉટ એટ લોખંડવાલા આવી અને આ ફિલ્મમાં મારા અભિનયના ખૂબ વખાણ થયા. મને તેના માટે એવોર્ડ પણ મળ્યો હતો. આમ છતાં મારી પાસે કોઈ કામ ન હતું. હું લગભગ એકથી દોઢ વર્ષ સુધી ઘરે બેઠો હતો, અને મારી પાસે કોઈ ફિલ્મની ઓફર ન હતી.

Vivek Oberoi Aishwarya Rai Breakup

જ્યારે વિવેક ઓબેરોયને પૂછવામાં આવ્યું કે, શું તેની કારકિર્દી ઐશ્વર્યા રાય સાથેના બ્રેકઅપને કારણે બની? તેના જવાબમાં અભિનેતાએ કહ્યું, હું આના પર કંઈપણ કહેવા માંગતો નથી. કારણ કે તે બધું સમાપ્ત થઈ ગયું છે,

પરંતુ હું બીજા બધાને ચેતવવા માંગુ છું કે, જો તમારી પાસે ટેલેન્ટ છે, તો તેને કોઈના કારણે વેડફશો નહીં. જો તમારો પાર્ટનર તમારી પ્રોફેશનલ લાઈફમાં સમસ્યા ઉભી કરી રહ્યો છે, તો તે ખોટું છે. ફક્ત તમારા કામ પર ધ્યાન આપો.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન સાથે બ્રેકઅપ બાદ ઐશ્વર્યા રાયે વિવેક ઓબેરોયને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. જેના કારણે ઘણો હોબાળો થયો હતો, જોકે બાદમાં બંને અલગ થઈ ગયા હતા.

આ પછી ઐશ્વર્યા રાયે વર્ષ 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. વિવેકે પણ 2010માં પ્રિયંકા આલ્વા સાથે લગ્ન કર્યા હતા. હવે બંને પોતાના લગ્ન જીવનમાં ખુશ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X