મનોરંજનજગતમાંથી આવ્યા માઠા સમાચાર, વર્કઆઉટ દરમિયાન આ ટીવી એક્ટરનું નિધન
ટેલિવિઝન જગતમાંથી એક માઠા સમાચાર આવ્યા છે. એક્ટર સિદ્ધાંત વીર સુર્યવંશીનું વર્કઆઉક કરતા સમયે હાર્ટએટેક આવતા નિધન થયું છે. સિદ્ધાંતની ઉંમર 46 વર્ષ હતી. સિદ્ધાંત ટીવી ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે.
ટેલિવિઝન જગતમાંથી એક માઠા સમાચાર આવ્યા છે. એક્ટર સિદ્ધાંત વીર સુર્યવંશીનું વર્કઆઉક કરતા સમયે હાર્ટએટેક આવતા નિધન થયું છે. સિદ્ધાંતની ઉંમર 46 વર્ષ હતી. સિદ્ધાંત ટીવી ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. તેમના આકસ્મિક અવસાનથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ સર્જાયો છે.

હૃદયરોગના હુમલાને કારણે થયું નિધન
આ અંગે મળતી માહિતી મુજબ સિદ્ધાંત સવારે વર્કઆઉટ કરી રહ્યો હતો, ત્યારે અચાનક તેને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ અભિનેતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ડૉક્ટર્સની ટીમે લગભગ 45 મિનિટ સુધી સિદ્ધાંતની સારવાર કરી અને તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે ડૉક્ટર્સ તેને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
જે બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 15 ડિસેમ્બરના રોજ સિદ્ધાંત પોતાનો 47મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો હતો.

જય ભાનુશાળીએ કરી પોસ્ટ
જય ભાનુશાળીએ સિદ્ધાંત વીર સૂર્યવંશીના મૃત્યુ અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. અભિનેતાએ તેના મિત્રને યાદ કરીને એક ભાવનાત્મક પોસ્ટ કરી હતી. જય ભાનુશાળીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સિદ્ધાંતની તસવીર પોસ્ટ કરી અને લખ્યું હતું કે, ભાઈ, તમે બહુ જલ્દી જતા રહ્યા.
આ ટીવી સિરિયલોમાં કર્યું છે કામ
સિદ્ધાંત વીર સૂર્યવંશી એક લોકપ્રિય ટીવી અભિનેતા હતા, પરંતુ તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત મોડલિંગથી કરી હતી. મોડલિંગમાં ઘણું કામ કર્યા બાદ તેણે ટીવી ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો.
તેની ડેબ્યુ ટીવી સિરિયલ 'કુસુમ' હતી. આ પછી સિદ્ધાંત ઘણી લોકપ્રિય ટીવી સીરિયલ્સમાં જોવા મળ્યો, જેમાં તે 'કસૌટી જિંદગી કી', 'ક્રિષ્ના અર્જુન', 'ક્યા દિલ મેં હૈ' જેવી સીરિયલ્સમાં જોવા મળ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
