Karachi To Noida : સીમા હૈદરની લવ સ્ટોરી પર બનશે ફિલ્મ કરાચી ટૂ નોઇડા, રિલિઝ થયું ગીત

Karachi To Noida : પાકિસ્તાનથી આવેલી સીમા હૈદર જુલાઇ, 2023થી હેડલાઇન્સમાં આવતી રહે છે. જે પોતાના ભારતીય પ્રેમ સચિન મીણાની સાથે રહેવા માટે ગેરકાયદેસર રીતે આંતરરાષ્ટ્રીય સીમા પાર કરીને ભારત આવી ગઇ હતી. આ મામલે રોજ નવા નવા ખુલાસા થતા રહે છે.

આ દરમિયાન સીમા હૈદરની લવસ્ટોરી પર એક ફિલ્મ પણ બની રહી છે, જેનું નામ કરાચી ટૂ નોઈડા છે. ફિલ્મનું શૂટિંગ પણ થઈ ગયું છે.

Karachi to Noida

આવા સમયે નિર્માતાઓએ હવે ફિલ્મનું થીમ સોંગ ચલ પડે હૈ હમ રિલીઝ કર્યું છે. નિર્માતા અમિત જાની ધમકીઓ મળવા છતાં સીમા હૈદર પર ફિલ્મ બનાવવાના નિર્ણય પર અડગ છે.

ફિલ્મનું થીમ સોંગ થયું રિલીઝ - ફિલ્મનું થીમ સોંગ ચલ પડે હૈ હમ 20 ઓગસ્ટના રોજ રિલીઝ થયું હતું. આ ગીત પ્રીતિ સરોજે ગાયું છે, જ્યારે ગીતના બોલ પ્રોડ્યુસર અમિત જાનીએ લખ્યા છે. ફરહીન ફલક લીડ રોલમાં હશે અને સીમા હૈદરની ભૂમિકામાં હશે. ચલ પડે હૈ હમ 500 થી વધુ મ્યુઝિક પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવી છે.

આ ગીત દિલ્હીના સંસ્કાર ભારતીય ઓડિટોરિયમમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી અને છત્રપતિ શિવાજી મહારાજ અને ભારત માતાના પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને કરવામાં આવી હતી. ગીતના લોન્ચિંગ સમયે અમિત જાનીએ મરાઠીમાં શિવાજી મહારાજનો નારા પણ લગાવ્યા હતા. એટલું જ નહીં, પરંતુ હિન્દુસ્તાન ઝિંદાબાદ અને પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ફિલ્મના દિગ્દર્શક જયંત સિન્હા, ભરત સિંહ, ગાયિકા પ્રીતિ સરોજ, અભિનેત્રી ફરહીન ફલક અને સમગ્ર ટીમ હાજર રહી હતી. આ પછી અમિત જાની 27મી ઓગસ્ટે ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરવા માટે મુંબઈ જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X