ગાયક દિલેર મેંહદીનું દમદમા તળાવના કિનારા પર આવેલું ફાર્મહાઉસ સીલ કરાયું
ગાયક દિલેર મેંહદી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગેરકાયદેસર બનાવવામાં આવેલા દિલેર મેંહદીના ફાર્મહાઉસને સીલ કરી દેવામાં આવ્યું છે.
ગાયક દિલેર મેંહદી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગેરકાયદેસર બનાવવામાં આવેલા દિલેર મેંહદીના ફાર્મહાઉસને સીલ કરી દેવામાં આવ્યું છે. ગુરૂગ્રામના દમદમા તળાવની નજીક બનાવવામાં આવેલા દિલેર મેંહદીના ફાર્મહાઉસને ડિપાર્ટમેન્ટ ઓફ ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગને સીલ કરી દીધું છે.

ડિસ્ટ્રિક્ટ ટાઉન પ્લાનર અમિત મધોલિયાના જણાવ્યા અનુસાર ત્રણ ફાર્મહાઉસ જે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા છે, તેને સીલ કરી દેવામાં આવ્યા છે. આ ફાર્મહાઉસ અરવલ્લી રેન્જમાં પરવાનગી લીધા વગર બનાવવામાં આવ્યા છે. આ ત્રણ ફાર્મહાઉસમાંથી એક ફાર્મહાઉસ પંજાબી અને બોલીવુડ સિંગર દિલેર મેંહદીનું છે.
અત્રે નોંધનીય છે કે, ફાર્મહાઉસને સીલ કરવાની અને તોડી પાડવાની કાર્યવાહી પોલીસની મદદથી કરવામાં આવી હતી. એનજીટીના આદેશ પર આ ત્રણેય ફાર્મહાઉસ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીનો આદેશ NGT દ્વારા સોનાયા ઘોષ વિરુદ્ધ હરિયાણા રાજ્ય વચ્ચેના કેસમાં આપવામાં આવ્યો હતો.
ATP સુમીત મલિક, દિનેશ સિંહ, રોહન અને શુભમન સહિત અમિત માધોલિયાની આગેવાની હેઠળની ટીમ દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સોહના નાયબ તહસીલદાર સોહના લચ્છીરામ ડ્યુટી મેજિસ્ટ્રેટ તરીકે હાજર રહ્યા હતા. તેમની હાજરીમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સદર સોહના સ્ટેશન હાઉસ ઓફિસરના નેતૃત્વમાં પોલીસ ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી. આ અંગે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, જે ત્રણ ફાર્મહાઉસ જપ્ત કરવામાં આવ્યા છે તેમાંથી એક ગાયક દલેર મહેંદીનું છે. તેમનું ફાર્મહાઉસ 1.5 એકર જમીન પર બનાવવામાં આવ્યું હતું, જેને વહીવટી તંત્રે જપ્ત કરી લીધું છે.
જે ત્રણ ફાર્મહાઉસો જપ્ત કરવામાં આવ્યા છે, તે તળાવના જળાશય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યા હતા. તેઓ પરવાનગી વગર અરવલ્લી રેન્જમાં વિકસાવવામાં આવ્યા હતા. ફાર્મહાઉસ સીલ કર્યા બાદ, તેને તોડી પાડવામાં આવશે અથવા દંડ વસૂલવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
