રજનીકાંતના દીકરી-જમાઇ નહીં લે છૂટાછેડા, પરિવારને કારણે લીધો નિર્ણય
સાઉથ ફિલ્મોના સુપર સ્ટાર ધનુષ પોતાની શાનદાર એક્ટિંગ સાથે સાથે પોતાની પર્સનલ લાઇફને લઇને પણ હેડલાઇન્સમાં રહે છે, ઉલ્લેખનીય બાબત છે કે, એક્ટર ધનુષે પોતાની પત્ની એશ્વર્યા સાથે છૂટાછેડાનો નિર્ણય કર્યો હતો.
મુંબઇ, 04 ઓકટોબર : સાઉથ ફિલ્મોના સુપર સ્ટાર ધનુષ પોતાની શાનદાર એક્ટિંગ સાથે સાથે પોતાની પર્સનલ લાઇફને લઇને પણ હેડલાઇન્સમાં રહે છે, ઉલ્લેખનીય બાબત છે કે, એક્ટર ધનુષે પોતાની પત્ની એશ્વર્યા સાથે છૂટાછેડાનો નિર્ણય કર્યો હતો. આ અંગે ખુદ ધનુષ અને એશ્વર્યાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી.
આ સાથે સાથે બન્નેએ લોકોને અપીલ કરી હતી કે તેમની પ્રાઇવસીનું સમ્માન પણ કર્યું હતું. બન્નેના અલગ થવાની ખબર જાણીને ફેન્સ ચોંકી ગયા હતા. હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, ધનુષ અને એશ્વર્યા પોતાના સંબંધને એક તક આપશે. આ સાથે તેમણે છૂટાછેડાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે.

સમાધાન કરી રહ્યા છે પરિવારના સભ્યો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધનુષ અને ઐશ્વર્યાના પરિવારજનોએ સાથે મળીને બંને વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારના લોકોનું જણાવવું છે કે, બંનેએ છૂટાછેડાનો કેસ હાલ પૂરતો મુલતવી રાખ્યો છે. બંને તેમના સંબંધોને વધુ એક તક આપવા માગે છે.

રજનીકાંતે કરી દીકરી-જમાઈ સાથે વાત
નોંધનીય બાબત છે કે, સાઉથના મેગાસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા અને તેના પતિ ધનુષે ગત જાન્યુઆરીમાં એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો.
હવે સમાચાર છે કે, બંને છૂટાછેડાના કેસ પર પુનર્વિચાર કરી રહ્યા છે. આ મામલે બંને અલગ અલગ વિચારી રહ્યા છે.
ટોલીવુડ ડોટ નેટના અહેવાલ મુજબ, બંને તેમના છૂટાછેડાની કાર્યવાહી અટકાવી રહ્યા છે. આ સાથે જ બંને પોતાની અંગત સમસ્યાઓનો અંત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ધનુષે દર્શાવ્યો પરિવારના સભ્યો પ્રત્યે આદર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધનુષ અને ઐશ્વર્યાના પરિવારના સભ્યોએ રજનીકાંતના ઘરે બેસીને આ વિશે વાત કરી છે. અહીં નક્કી કરવામાં આવ્યું હતું કે, બંને વચ્ચે જે સમસ્યાઓ ચાલી રહી છે, તેને સાથે મળીને ઉકેલવામાં આવે. બંને વડીલોના માનમાં સકારાત્મક નિર્ણય લેવાનો પ્રયાસ કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
