Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Salman Khan Lawrence Bishnoi: હવે લોરેન્સ બિસ્નોઈ ગેંગના નિશાના પર છે સલમાન ખાનનો આ નજીકનો વ્યક્તિ

Salman Khan Lawrence Bishnoi: લોરેન્સ બિસ્નોઈ ગેંગ હાલ સક્રિય થઈ ગઈ છે. આ સાથે તે સલમાન ખાનના નજીકના લોકોને ટારગેટ કરી રહી છે. જેમાં તાજેતરમાં લોરેન્સ બિસ્નોઈ ગેંગ દ્વારા બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી.

જે બાદ સલમાન ખાનની સુરક્ષા અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, લોરેન્સ બિસ્નોઈ ગેંગનો આગામી ટારગેટ સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવર ફારુકી છે.

ટાઈમ્સ નાઉ દ્વારા આપવામાં આવેલા એક અહેવાલમાં જણાવ્યા અનુસાર મુંબઈ પોલીસને ગુપ્ત માહિતી મળી છે કે, એક પ્રખ્યાત કોમેડિયન લોરેન્સ ગેંગનું આગામી નિશાન છે. આ બીજું કોઈ નહીં પણ બિગ-બોસ 17ના વિજેતા પ્રખ્યાત કોમેડિયન મુનાવર ફારૂકી છે.

આ મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, થોડા દિવસો પહેલા કોમેડિયન એક ઈવેન્ટ માટે દિલ્હી ગયો હતો, જ્યાં કેટલાક શૂટર્સ તેની પાછળ પડ્યા હતા.

Salman Khan Lawrence Bishnoi

રિપોર્ટ્સ અનુસારમાં જણાવ્યા અનુસાર આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જ્યારે મુનાવર ફારૂકી એક ઈવેન્ટ માટે મુંબઈથી દિલ્હી ફ્લાઈટમાં જઈ રહ્યો હતો, ત્યારે આ ફ્લાઈટમાં લોરેન્સ ગેંગના 2 શૂટર્સ પણ સવાર હતા.

જે બાદ આ બંને શૂટર પણ દિલ્હીની એ જ હોટલમાં રોકાયા હતા, જ્યાં મુનાવર ફારૂકી રોકાયો હતો. જોકે, દિલ્હી પોલીસને કોઈક રીતે માહિતી મળી અને શૂટર્સ તેમના લક્ષ્યને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 14 એપ્રિલ, 2024ના રોજ સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ થયું હતું. સવારે અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર બે અજાણ્યા લોકોએ આવીને ગોળીઓ ચલાવી હતી.

આ ઘટનાની જવાબદારી લોરેન્સ ગેંગ દ્વારા લેવામાં આવી હતી. અભિનેતાન સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. જે બાદ સલમાન ખાનની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, બાબા સિદ્દીકી પર ગયા શનિવારના રોજ હુમલો થયો હતો. ગુનેગારો એનસીપી નેતાના પુત્રની ઓફિસની બહાર ઓચિંતા આવી પહોંચ્યા હતા. જે દરમિયાન બાબા સિદ્દીકી કારમાં બેસવા જતા સમયે તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.

જે બાદ બાબા સિદ્દીકીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જોકે તમામ પ્રયાસો છતાં તેમનો જીવ બચાવી શકાયો ન હતો. હવે સવાલ ઉભો થાય છે કે, આ ઘટના બાદ સલમાન ખાન શું પગલાં લેશે?

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X