Movies Releasing In June 2023 : જૂન મહિનામાં રિલિઝ થશે મોટી ફિલ્મો, જાણો યાદી

Movies Releasing In June 2023 : વર્ષ 2023 ઝડપથી વિતી રહ્યું છે. જૂન મહિનો શરૂ થઇ ચૂક્યો છે. આવામાં આ મહિને ઘણી મોટા બજેટની ઘણી ફિલ્મો રિલિઝ થવાની છે, જેમાં આદિપુરુષ જેવી મોસ્ટ અવેટિંગ ફિલ્મનો પણ સમાવેશ થાય છે.

હાલ આ દિવસોમાં વેકેશનની સિઝન પણ ચાલી રહી છે. આવી સ્થિતિમાં આ મહિને એકથી વધુ ફિલ્મો ફિલ્મી પડદે રિલીઝ થવા જઈ રહી છે.

 upcomming movies

જરા હટકે જરા બચકે અને ચિડિયાખાના (2 જૂન) - આ મહિનાનો પ્રથમ શુક્રવાર દર્શકો માટે 'જરા હટકે જરા બચકે' અને 'ચિડિયાખાના' નામની આકર્ષક ફિલ્મ લાવે છે. વિકી કૌશલ અને સારા અલી ખાનની જોડી પહેલીવાર ફિલ્મ 'જરા હટકે જરા બચકે'માં પડદા પર જોવા મળશે.

આ સાથે 'ચિડિયાખાના'માં રવિ કિશન ઉપરાંત અભિનેત્રી અવનીત કૌર, અભિનેતા ઋત્વિક સહોર, પ્રશાંત નારાયણ, રાજેશ્વરી સચદેવ, પીઢ અભિનેતા અંજન શ્રીવાસ્તવ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મના દિગ્દર્શક મનીષ તિવારી છે.

આદિપુરુષ (જૂન 16 ) - મલ્ટી સ્ટારર ફિલ્મ આદિપુરુષ જૂનના મધ્યમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં કૃતિ સેનન, પ્રભાસ, સૈફ અલી ખાન અને સની સિંહ જેવા ઘણા કલાકારો જોવા મળશે. આ ફિલ્મ 16 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. દર્શકો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. જેનો ટૂંક સમયમાં અંત આવવાનો છે.

મેદાન, 1920 - હોરર ઓફ ધ હાર્ટ (જૂન 23) - જૂનનું છેલ્લું અઠવાડિયું પ્રેક્ષકો માટે ખૂબ જ સારો સમય હશે. અજય દેવગનની 'મેદાન' 23 જૂનના રોજ સ્ક્રીન પર આવશે. ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત પ્રિયામણી અને ગજરાજ રાવ પણ જોવા મળશે.

આ સિવાય વિક્રમ ભટ્ટની હોરર ફિલ્મ 1920 - હોરર્સ ઓફ ધ હાર્ટ પણ તે જ દિવસે રિલીઝ થશે, જેમાં ટીવીની આનંદી એટલે કે, અવિકા ગૌર જોવા મળશે.

સત્યપ્રેમ કી કથા (જૂન 29) - વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મથી શરૂ થયેલો જૂન મહિનો આખરે કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ સત્યપ્રેમ કી કથા સાથે સમાપ્ત થશે. કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની 'સત્યપ્રેમ કી કથા' 29 જૂનના રોજ રિલીઝ થશે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X