Mission Majnu OTT : બોક્સ ઓફિસ પર સતત ફ્લોપ વચ્ચે OTT પર રીલિઝ થશે આ ફિલ્મ
Mission Majnu OTT : બોલીવુ઼ડ હાલ પોતાના કપરા સમયમાંથી પસાર થઇ રહ્યો છે. કોઇ ફિલ્મ પોતાનો જલવો દેખાડી શકી નથી. જોકે, અમુક ફિલ્મો થોડી ઘણી ચાલી છે તેમ કહી શકાય પણ બ્લોકબસ્ટર હિટનો અકાળ ચાલી રહ્યો છે.
Mission Majnu OTT : બોલીવુ઼ડ હાલ પોતાના કપરા સમયમાંથી પસાર થઇ રહ્યો છે. કોઇ ફિલ્મ પોતાનો જલવો દેખાડી શકી નથી. જોકે, અમુક ફિલ્મો થોડી ઘણી ચાલી છે તેમ કહી શકાય પણ બ્લોકબસ્ટર હિટનો અકાળ ચાલી રહ્યો છે. આવા સમયે ફિલ્મ નિર્માતાઓ ફિલ્મોના ફ્લોપ થવાને કારણે પોતાની ફિલ્મો OTT પ્લેટફોર્મ પર રીલિઝ કરવા તરફ વળી રહ્યા છે. કારણ કે ફિલ્મ મેકર્સ હવે રિસ્ક લેતા ડરી રહ્યા છે. આવામાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદાનાની અપકમિંગ ફિલ્મ મિશન મજનૂ OTT પ્લેટફોર્મ પર રીલિઝ કરવામાં આવશે, તેવો નિર્ણય ફિલ્મ મેકર્સ દ્વારા લેવામાં આવી રહ્યો છે.

પાકિસ્તાની મિશન પર આધારિત એક્શન ફિલ્મ
સિદ્ધાર્થ મલ્હોત્રા અને રશ્મિકા મંદાનાની ફિલ્મ મિશન મજનૂ હવે સીધી OTT પર રિલીઝ થશે. આ ફિલ્મ આવતા વર્ષે જાન્યુઆરીમહિનામાં નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ મિશન મજનૂ ભારતીય ગુપ્તચર એજન્સી RAWના પાકિસ્તાની મિશન પરઆધારિત એક્શન ફિલ્મ છે.

રશ્મિકા મંદાનાની બોલીવુડ ડેબ્યુ ફિલ્મ
નેટફ્લિક્સ ટૂંક સમયમાં આ અંગે નિવેદન જાહેર કરી શકે છે. નિર્માતાઓએ ફિલ્મને નેટફ્લિક્સ પર આવતા વર્ષે 18 જાન્યુઆરીના રોજ રીલિઝ કરવાનું નક્કી કર્યું છે.
પ્લેટફોર્મ દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર નિવેદન પણ જાહે કરવામાં આવશે. શાંતનુ બાગચીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મની ચાહકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રશ્મિકા મંદાનાની આ બોલીવુડમાં ડેબ્યુ ફિલ્મ છે.

સત્ય ઘટના પર આધારિત હોવાની પણ ચર્ચા
અત્રે નોંધનીય છે કે, ફિલ્મની સ્ટોરી પાકિસ્તાનમાં ગેરકાયદેસર રીતે પરમાણુ બોમ્બ બનાવવા અને આતંકવાદીઓને ખતમ કરવાની યોજના પર કેન્દ્રીત છે. આવા સમયે ઘણા અહેવાલો અનુસાર, આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત હોવાની પણ ચર્ચા છે.

'શેરશાહ' પણ OTT પર રિલીઝ થઈ હતી
આ અગાઉ સિદ્ધાર્થની 'શેરશાહ' પણ OTT પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પણ દર્શકોને પસંદ પડી હતી. આમ છતાં મેકર્સ ફિલ્મની કમાણીને લઈને કોઈ જોખમ લેવા માંગતા નથી. તેથી ફિલ્મને થિયેટરોને બદલે OTT પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
