'તમે કહો તો UPના બુલડોઝર મોકલું' કંગના રનૌતે કોંગ્રેસ સરકાર પર કર્યો કટાક્ષ
બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત તાજેતરમાં તેની ફિલ્મ ધાકડના પ્રમોશન માટે રાજસ્થાન આવી હતી. ફિલ્મના પ્રમોશન દરમિયાન કંગનાએ જોધપુરમાં થયેલી હિંસા પર રાજસ્થાન સરકારની ઝાટકણી કાઢી હતી.
જયપુર, 05 મે : બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત તાજેતરમાં તેની ફિલ્મ ધાકડના પ્રમોશન માટે રાજસ્થાન આવી હતી. ફિલ્મના પ્રમોશન દરમિયાન કંગનાએ જોધપુરમાં થયેલી હિંસા પર રાજસ્થાન સરકારની ઝાટકણી કાઢી હતી.
કંગનાએ જણાવ્યું છે કે, લોકોએ રાજસ્થાનમાં એવી સરકાર લાવવી જોઈએ, જે હાલની જેમ રમખાણો-સ્થિતિને નિયંત્રિત કરી શકે અથવા બુલડોઝર મોકલી શકે છે. આ દરમિયાન ત્યાં હાજર લોકો કંગનાની ટિપ્પણી પર તાળીઓ પાડતા જોવા મળ્યા હતા.

'તમે કહો તો UPના બુલડોઝર અહીં મોકલી આપું'
ફિલ્મ ધાકડના પ્રમોશન માટે જયપુર પહોંચેલી અભિનેત્રી કંગના રનૌતે કહ્યું, 'જ્યાં સુધી રાજસ્થાનની વાત છે... રાજસ્થાનમાં રમખાણો થઈરહ્યા છે. તો તમારે પણ એવી સરકાર લાવવી જોઈએ, જે તેમને નિયંત્રિત કરી શકે. તમે કહો તો UPના બુલડોઝર અહીં મોકલી આપું.
કંગનાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે વિપક્ષ ભાજપ પર બુલડોઝર અને રમખાણોને લઈને પ્રહારો કરી રહ્યું છે. ઉલ્લેખનીય છેકે, ઈદ પહેલા જોધપુરમાં સાંપ્રદાયિક અથડામણ થઈ હતી, જેના કારણે જયપુરમાં પણ કરફ્યૂ લાગૂ કરી દેવામાં આવ્યો હતો. હિંસાનાસંબંધમાં કુલ 211 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

રાજનીતિમાં જોડાવા અંગે કંગનાએ આપ્યો જવાબ
બીજી તરફ કંગનાએ રાજનીતિમાં જોડાવાના સવાલ પર કહ્યું, 'મને ખબર નથી, મારી પાસે અત્યારે આવો કોઈ પ્લાન નથી. હું સારા પ્રોજેક્ટલઈને બેઠી છું. હવે મને સારા રોજ મળી રહ્યા છે. સારો સમય આવી ગયો છે. મેં એક રાજનેતાની બાયોપિક કરી છે અને મને ખ્યાલ આવ્યોછે કે, તે પણ એક કરિયર છે. તેના દાવ પેચ શીખ્યા છે. એ એક અલગ સંઘર્ષ છે અને એક અલગ કારકિર્દી પણ હોય શકે છે.

કંગનાએ એલોન મસ્કને કરી અપીલ
ટ્વિટર પર પ્રતિબંધ હોવા પર કંગના રનૌતે કહ્યું કે, જે લોકો સમાજ માટે ખતરો છે, તેમના પર ટ્વિટરમાં પ્રતિબંધ છે. હું સમાજ અને દેશમાટે જે લખું છું, તેને તેઓ ખતરો માને છે. હું હંમેશા સમાજની સમસ્યાઓ અને પડકારો વિશે અને નકારાત્મક લોકો વિશે લખું છું. હા, હવે જોએલોન મસ્ક મને ફરી તક આપશે, તો હું ટ્વિટર પર બોલીશ, પરંતુ અત્યારે તો મારા પર પ્રતિબંધ છું.

અમિતાભે કંગનાની પોસ્ટ ડિલીટ કરી
હાલમાં જ કંગના સલમાન ખાનની બહેન અર્પિતા ખાનની ઈદ પાર્ટીમાં પહોંચી હતી, ત્યાં બોલીવુડ ઈન્ડસ્ટ્રીના તમામ સ્ટાર્સ પહોંચ્યા હતા.કિયારાએ કંગના સાથે એક વીડિયો શેર કર્યો અને બાદ તેને ડિલીટ કરી દીધો હતો. જોકે, તેમણે આ વીડિયો પછીથી ફરીથી પોસ્ટ કર્યો હતો.
દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે, ગુરુવારના રોજ અમિતાભ બચ્ચને કંગના રનૌતની ફિલ્મ 'ધાકડ'ના ગીતનું ટિઝર ઈન્સ્ટાગ્રામ પર શેરકર્યું હતું. થોડા સમય બાદ તેમણે આ પોસ્ટ પણ ડિલીટ કરી દીધી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
