Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kangana Ranaut Net Worth: દર વર્ષે કરોડોની કમાણી કરે છે બફાટ ક્વિન, જાણો કેટલી છે કંગના રનૌતની સંપત્તિ

Kangana Ranaut Net Worth: બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત પોતાની દમદાર એક્ટિંગ સાથે સાથે પાયાવિહોણા અને તર્કહીન નિવેદનો આપવા માટે પણ પ્રખ્યાત છે. જોકે, વર્તમાન સમય પોતાની જનસભામાં કરેલા નિવેદનોને કારણે કંગના ચર્ચાનો વિષય બની ગઇ છે.

ઉલ્લેખનીય છે કે, કંગના રનૌતે હવે રાજનીતિમાં એન્ટ્રી કરી છે. તે હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહી છે.

કંગનાએ મંડી લોકસભા સીટ પરથી નોમિનેશન ભર્યું - કંગના રનૌતે 14 મે 2024ના રોજ મંડી લોકસભા સીટ પરથી નોમિનેશન ફાઈલ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે પૂર્વ સીએમ જયરામ ઠાકુર અને બીજેપીના અન્ય નેતાઓ હાજર હતા.

ઉલ્લેખનીય છે કે, કંગના રનૌતે પોતાની મહેનતના જોરે જ આ ઈન્ડસ્ટ્રીમાં અને લોકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. બોલીવુડમાં કામ માટે સંઘર્ષ કરનાર કંગના રનૌત આજે કરોડોની સંપત્તિની માલિક છે.

ઘરેથી ભાગીને મુંબઈ પહોંચી - કંગના રનૌતનો જન્મ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના એક નાનકડા ગામ ભંબલામાં થયો હતો. પોતાનું સપનું પૂરું કરવા માટે તે 16 વર્ષની ઉંમરે ઘરેથી ભાગી ગઈ હતી.

તેણે બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં ગોડફાધર વગર પોતાની ઓળખ બનાવી છે. જોકે તેને શરૂઆતમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ તે પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.

Kangana Ranaut Net Worth

કંગના રનૌત કરે છે કમાણી કરોડો - એક્ટિંગની સાથે કંગના રનૌત પ્રોડક્શનની દુનિયામાં પણ એન્ટ્રી કરી રહી છે. કહેવાય છે કે, કંગનાની આજે કમાણી કરોડોમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંગના રનૌતની કુલ સંપત્તિ લગભગ 125 કરોડ રૂપિયા છે.

કંગના દર મહિને 1 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે. આવી સ્થિતિમાં તેમની વાર્ષિક આવક લગભગ 15 કરોડ રૂપિયા છે. કંગના એક ફિલ્મ માટે 15 થી 17 કરોડ રૂપિયા લે છે. કંગના એક જાહેરાત માટે 2 થી 4 કરોડ રૂપિયા લે છે.

મુંબઈમાં કરોડોની કિંમતનો લક્ઝુરિયસ ફ્લેટ - કંગના રનૌત મુંબઈના બાંદ્રા વિસ્તારમાં એક આલીશાન ફ્લેટમાં રહે છે. તેના આલીશાન ફ્લેટની કિંમત 16 કરોડ રૂપિયા છે. આ સિવાય કંગનાએ મુંબઈના પાલી હિલ્સમાં ત્રણ માળની ઈમારત પણ ખરીદી છે, જેની કિંમત લગભગ 20 કરોડ રૂપિયા છે. આ બિલ્ડિંગમાં કંગનાએ પોતાના પ્રોડક્શન હાઉસની ઓફિસ બનાવી છે.

મનાલીમાં 30 કરોડની સંપત્તિ - કંગના રનૌતે હિમાચલ પ્રદેશના મનાલીમાં 30 કરોડ રૂપિયાની પ્રોપર્ટી પણ ખરીદી છે, જ્યાં તેણે ખૂબ જ સુંદર બંગલો બનાવ્યો છે. કંગનાએ આ પ્રોપર્ટીમાં ઓર્ગેનિક ફાર્મ, સ્ટેબલ અને કોટેજ પણ તૈયાર કર્યા છે. મનાલી સ્થિત આ બંગલામાં 8 બેડરૂમ છે.

કંગનાની મોંઘી કારોનું કલેક્શન - કંગના રનૌત તેના વાસ્તવિક જીવનમાં રાણીની જેમ રહે છે. તેની પાસે લક્ઝુરિયસ અને મોંઘી કારોનું કલેક્શન છે. કંગનાએ પહેલીવાર BMW સિરીઝની કાર ખરીદી હતી. તે પછી તેણે વિશ્વની કેટલીક સૌથી મોંઘી કાર ખરીદી, જેમાં મર્સિડીઝ બેન્ઝ જીએલઈ ક્લાસ એસયુવીનો સમાવેશ થાય છે. તેની કારની કિંમત લગભગ 1.25 કરોડ રૂપિયા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X