Jiah Khan Case : જિયા ખાને લખ્યો હતો સુરજ પંચોલીને છેલ્લો પત્ર, વાંચો સમગ્ર પત્ર
Jiah Khan Case : બોલીવુડ એક્ટ્રેસ જિયા ખાને આત્મહત્યા કેસમાં કોર્ટે સુરજ પંચોલીને નિર્દોષ જાહેર કરી દીધો છે. બોલીવુડ એક્ટ્રેસ જિયા ખાને 3 જૂન, 2013ના રોજ મુંબઇના અપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. જિયા તે સમયે 25 વર્ષની હતી.
અભિનેત્રીએ અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મ 'નિશબ્દ'થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. જ્યારે જિયાએ આત્મહત્યા કરી, ત્યારે અભિનેત્રી તે સમયે સુરજ પંચોલીને ડેટ કરી રહી હતી. તેમનું મૃત્યુ રહસ્ય જ રહ્યું છે.

જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ કેસમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે. જિયાની માતા રાબિયા અમીને અભિનેત્રીની આત્મહત્યા માટે સુરજને જવાબદાર ગણાવ્યો હતો, જ્યારે સુરજે તેને નકારી કાઢ્યો હતો.
સુરજને જિયાનો છેલ્લો પત્ર! - જિયા ખાનના છેલ્લા પત્રમાં લખવામાં આવ્યું હતું કે, મને ખબર નથી કે, તમને આ કેવી રીતે કહેવું પરંતુ, હું હવે કહી શકું છું, કારણ કે મારી પાસે ગુમાવવા માટે કંઈ નથી. મેં પહેલેથી જ બધું ગુમાવ્યું છે. જો તમે આ વાંચી રહ્યા છો, તો શક્ય છે કે, હું પહેલેથી જ છોડી ગઇ છું અથવા જવાની છું. હું અંદરથી સાવ તૂટી ગઇ છું. તમને કદાચ આ ખબર નહીં હોય પણ તમે મને એટલી હદે પ્રભાવિત કરી કે. હું તમને પ્રેમ કરવામાં ખોવાઈ ગઇ. તેમ છતાં તમે મને દરરોજ ત્રાસ આપ્યો છે. આ દિવસોમાં મને કોઈ રસ્તો દેખાતો નથી. મારે જીવવું નથી. એક સમય હતો, જ્યારે હું તમારી સાથે મારું જીવન અને ભવિષ્ય જોતી હતી, પણ તમે મારા સપના ચકનાચૂર કરી દીધા. હું અંદરથી મૃત અનુભવું છું.
જિયાએ સુરજ માટે શું લખ્યું? - પત્રમાં આગળ લખવામાં આવ્યું હતું કે, મેં ક્યારેય કોઈને પોતાનું આટલું બધું આપ્યું નથી કે, આટલી કાળજી લીધી નથી. મારા પ્રેમના બદલામાં તમે મારી સાથે છેતરપિંડી કરી અને ખોટું બોલ્યા. મેં તમને કેટલી ભેટ આપી છે અથવા તમે મને કેટલી સુંદર માનતા હતા, તેનાથી કોઈ ફરક પડતો નથી. હું ગર્ભવતી થવાથી ડરતી હતી, પરંતુ મેં મારી જાતને સંપૂર્ણપણે સમર્પણ કરી દીધું હતું.
તમે મને આપેલી પીડાએ મારો અને મારા આત્માનો નાશ કર્યો છે. હું ખાઈ શકતી નથી કે ઊંઘી શકતી નથી. હું કશું વિચારી શકતી નથી કે, કરી શકતી નથી. હું દરેક વસ્તુથી ભાગી રહી છું.
જિયાની માતાનો આરોપ - ઉલ્લેખનીય છે કે, જિયાની માતા રાબિયા ખાને પણ સુરજ પર ઘણા આરોપો લગાવ્યા છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સુરજ પંચોલીએ જિયા સાથે ખરાબ વર્તન કર્યું હતું. સુરજનો પરિવાર પણ જીયા સાથે ખરાબ વર્તન કરતો હતો. સુરજ જિયાને ગર્ભપાત કરાવવા દબાણ કરે છે. સુરજ પંચોલી મારી પુત્રીના મોતનો મુખ્ય આરોપી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
