Ileana DCruz Pregnancy : ઇલિયાના બનશે માતા, ખાસ ફોટો શેર કરી આપી ખુશખબર
Ileana DCruz Pregnancy : સાઉથ ઇન્ડસ્ટ્રીથી લઇને બોલીવુડ સુધીની સફરમાં ઘણી મહેનત અને સંઘર્ષ કર્યો છે. ઇલિયાના ડિક્રુઝ પોતાની પ્રોફેશનલ લાઇફ સાથે સાથે પર્સનલ લાઇફ પણ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ફેન્સ તેના એટલા દિવાના છે કે, તેની પોસ્ટ ખુબ ઝડપથી વાયરલ થઇ જાય છે.
તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર ઇલિયાનાએ બે તસવીરો શેર કરીને પોતાના ફેન્સને પોતાની પ્રેગ્નન્સીના સમાચાર આપ્યા છે. આ પોસ્ટમાં તેણે જણાવ્યું હતું કે, તે જલ્દી જ તેના પહેલા બાળકનું સ્વાગત કરવા તૈયાર છે.

ઇલિયાના ડીક્રુઝે તેના ઇન્સ્ટાગ્રામ પર બે ખૂબ જ સુંદર તસવીરો શેર કરી હતી. આ બંને તસવીરો બ્લેક એન્ડ વ્હાઇટ છે. પહેલા ફોટોમાં એક નાના બાળકનું આઉટફિટ રાખવામાં આવ્યું છે, જેના પર લખ્યું છે, અબ એડવેન્ચર શુરુ હો ગયા હૈ.
આ સિવાય અભિનેત્રીએ બીજી એક તસવીર શેર કરી છે, જે પેન્ડન્ટની છે જેના પર 'મમ્મા' લખેલું છે. આ બંને તસવીરો શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, ટૂંક સમયમાં આવી રહ્યું છે, નાના પ્રિયતમને મળવાની રાહ જોઈ શકતો નથી.
આ ફોટો પર કોમેન્ટ કરતાં, ઇલિયાનાની માતા સમીરા ડીક્રુઝે પણ તેના પૌત્રોના આગમનના સમાચાર પર ખુશી વ્યક્ત કરતા લખ્યું, આ દુનિયામાં જલ્દી તમારું સ્વાગત છે મારી નવી ગ્રાન્ડ બેબી, તમને મળવા અધીરી છું.
સાઉથ સ્ટાર ઇલિયાનાએ તેની પ્રેગ્નેન્સીના સમાચાર તેના ફેન્સ સાથે શેર કરતાની સાથે જ સોશિયલ મીડિયા કોમેન્ટ્સથી છલકાઇ ગયું હતું. તેના ચાહકો તેને દિલથી અભિનંદન આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી, ઓહ માય ગોડ, ખુબ ખુબ અભિનંદન.
અન્ય એક યુઝરે લખ્યું કે, ખુબ ખુબ અભિનંદન, તમે ખૂબ સારા વ્યક્તિ છો. અન્ય યુઝરે લખ્યું કે, તમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન.
ઇલિયાનાની ગર્ભાવસ્થાના સમાચાર સાંભળીને, ચાહકો તેની આ પોસ્ટ પર હાર્ટ, ફાયર ઇમોજીસ પોસ્ટ કરીને તેના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇલિયાના ડીક્રુઝ ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર એન્ડ્ર્યુ નીબોન સાથે રિલેશનશિપમાં હતી. એવા અહેવાલો પણ આવ્યા હતા કે, બંનેએ લગ્ન કરી લીધા હતા, પરંતુ વર્ષ 2019માં બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જ્યારે કેટરિના કૈફ અને વિકી કૌશલ વેકેશન માટે માલદીવ ગયા હતા, તે દરમિયાન ઇલિયાના પણ તેમની સાથે હાજર હતી. જો રિપોર્ટ્સનું માનીએ, તો તે કેટરિના કૈફના કઝીન અને મોડલ સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલને ડેટ કરી રહી છે. જોકે, ખુદ ઇલિયાનાએ ક્યારેય પોતાના સંબંધો વિશે વાત કરી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
