Ileana D'Cruz pregnancy : મા બનતા પહેલા ઇલિયાનાએ કરી સગાઇ, ફોટો શેર કરી બતાવી એન્ગેજમેન્ટ રીંગ

Ileana D'Cruz pregnancy : માતા બનવું એ દરેક સ્ત્રીનું સપનું હોય છે. હાલ આ સપનું બોલીવુડ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ જીવી રહી છે. ઇલિયાના ડીક્રુઝ હાલ તેની પ્રેગ્નન્સીને લઈને ઘણી ચર્ચામાં છે.

તાજેતરમાં અભિનેત્રીએ કેટલાક ફોટા શેર કર્યા છે, જેના કારણે તે વધુ ચર્ચામાં છે. તેની સાથે આ તમામ તસવીરો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

Ileana DCruz

ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી ઈલિયાના ડીક્રુઝ માતા બનવા જઈ રહી છે. જોકે, તેણીએ હજૂ સુધી લગ્ન કર્યા નથી, પરંતુ ચાહકો તેની ગર્ભાવસ્થાને લઈને ઘણા પ્રશ્નો પૂછી રહ્યા છે.

આ બધાની વચ્ચે અભિનેત્રીએ તેના બોયફ્રેન્ડ સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. ઇલિયાનાએ તેના બેબીમૂનની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર શેર કરી છે.

એક તસવીરમાં તે મિસ્ટ્રી મેનનો હાથ પકડેલી જોવા મળી રહી છે. જોકે, આ ફોટામાં ન તો એક્ટ્રેસનો ચહેરો દેખાઈ રહ્યો છે કે, ન તો મિસ્ટ્રી મેનનો ચહેરો દેખાય છે. બંનેની આંગળીઓમાં વીંટી છે, જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, અભિનેત્રીએ સગાઈ કરી લીધી છે.

Ileana DCruz

આ તસવીરમાં પોતાનો ચહેરો દર્શાવ્યા વિના અભિનેત્રીએ લખ્યું હતું કે, મારો રોમાંસનો વિચાર, સ્પષ્ટપણે તેને શાંતિથી ખાવા દેતો નથી. તેના ફોટા અનુસાર, ઇલિયાના હાલમાં રજાઓ પર છે. જોકે, તેના લોકેશન અંગે કોઈ પુષ્ટિ થઈ નથી.

એપ્રિલમાં ઇલિયાનાએ સોશિયલ મીડિયા પર તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. ઈલિયાના ડીક્રુઝ 'બરફી', 'રુસ્તમ', 'બાદશાહો', 'રેઈડ', 'મેં તેરા હીરો' જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

18 એપ્રિલના રોજ, ઇલિયાનાએ બે ચિત્રો પોસ્ટ કર્યા, એક સૂત્ર સાથે "અને તેથી સાહસ શરૂ થાય છે" અને બીજી "મામા" શબ્દ સાથે પેન્ડન્ટની. તેના કેપ્શનમાં, ઇલિયાના ડી'ક્રૂઝે લખ્યું હતું કે, ટૂંક સમયમાં આવી રહ્યું છે. મારા નાના પ્રિયતમને મળવા માટે રાહ નથી જોઈ શકતી. આ પોસ્ટ પછી તરત જ, સોશિયલ મીડિયા યુઝર્સે તેના બાળકના પિતા વિશે અટકળો શરૂ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X