Ileana D'Cruz Boyfriend: ઇલિયાનાએ શેર કરી બોયફ્રેન્ડની તસવીર, લોકોએ કર્યા આવા સવાલો
Ileana D'Cruz Boyfriend : બોલીવુડ એક્ટ્રેસ ઇલિયાના ડિક્રુઝે ગત એપ્રિલ માસમાં તેના ફેન્સને જણાવ્યું હતું કે, તે ટૂંક સમયમાં માતા બનવા જઇ રહી છે. આ સાથે ઇલિયાનાના ઘણા ફેન્સ આ સમાચાર સાંભળીને ઘણા ખુશ થયા હતા. આ સાથે ઘણા ફેન્સે તેને તેના બાળકોના પિતાનું નામ પૂછી રહ્યા છે.
બાળકનો પિતા કોણ છે, તે જાણવા માટે લોકોમાં ઉત્સુકતા વધી રહી છે. જોકે, ઇલિયાનાએ હજુ સુધી તેના સંબંધો વિશે કોઈની સાથે કંઈપણ જાહેર કર્યું નથી, પરંતુ આજે એટલે કે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના બોયફ્રેન્ડ સાથેની રોમેન્ટિક તસવીર શેર કરી છે. આવી સ્થિતિમાં આ ફોટો જોઈને લોકો અનેક અટકળો લગાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ઇલિયાના ડીક્રુઝે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક અસ્પષ્ટ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર પોસ્ટ કરી છે, જેમાં તે તેના મિસ્ટ્રી મેન સાથે જોવા મળી રહી છે. આ તસવીરમાં બંને રોમેન્ટિક પોઝ આપી રહ્યાં છે. અસ્પષ્ટ તસવીરમાં સ્પષ્ટ દેખાય છે કે, ઇલિયાના જેની સાથે પોઝ આપી રહી છે, તેની લાંબી દાઢી અને મૂછ છે. ફોટામાં તે વ્યક્તિ ઇલિયાનાને ખૂબ જ પ્રેમથી જોઈ રહ્યો છે.
ઇલિયાના ડીક્રુઝ તેના મિસ્ટ્રી મેન સાથે બેબીમૂન પર પહોંચી હતી. ઈન્સ્ટાગ્રામ પર તેના બોયફ્રેન્ડ સાથે એક ક્યૂટ તસવીર શેર કરતા ઇલિયાનાએ કેપ્શનમાં લખ્યું હતું કે, ગર્ભવતી હોવું એક સુંદર આશીર્વાદ છે. હું આ જર્નીનું વર્ણન કરી શકતી નથી. હું વ્યક્ત કરી શકતી નથી કે મારી અંદર પાંગરી રહેલા જીવનને અનુભવવું કેટલું સુંદર છે. મોટા ભાગના દિવસો હું મારા બેબી બમ્પને જ જોઉં છું અને ખુશ રહું છું.
ઇલિયાનાએ અંતમાં લખ્યું છે હતું કે, અને જે દિવસોમાં હું મારી જાત સાથે દયાળુ બનવાનું ભૂલી જાઉં છું, ત્યારે આ વ્યક્તિ ખડકની જેમ ઉભો રહે છે. તે મને પકડી લીધો છે. તે મારા આંસુ લૂછી નાખે છે, જ્યારે તેને અહેસાસ થાય છે કે, હું તૂટવા લાગી છું. મને હસાવવા માટે જોક્સ કહે છે. આ બધું જોઈને મેં તેને આલિંગન આપ્યું. જો તમે ત્યાં ન હોત, તો આ બધું એટલું સરળ ન હોત. ઇલિયાનાએ નોટના અંતમાં અદ્રશ્ય ઇમોજીસ પણ શેર કર્યા છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
