Sunil Babu Passed Away : પ્રખ્યાત આર્ટ ડાયરેક્ટર સુનિલ બાબુનું નિધન, આ બોલીવુડ ફિલ્મોમાં કર્યું હતું કામ
આર્ટ ડાયરેક્ટર 50 વર્ષીય સુનિલ બાબુનું નિધન થયું છે. સુનિલ બાબુ બેંગ્લોર ડેઇઝ, ગજની અને વરિસુ સહિત ફિલ્મોમાં કામ કર્યું છે.
Sunil Babu Passed Away : વર્તમાન સમય બોલીવુડ માટે ખરાબ ચાલી રહ્યો છે. એક તરફ ફિલ્મો સતત ફ્લોપ થઇ રહી છે. તો બીજી તરફ ઘણા બોલીવુડ ફિલ્મો સાથે જોડાયેલા લોકો દુનિયાને અલવિદા કહી રહ્યા છે. આ વચ્ચે બોલીવુડમાંથી વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે. આર્ટ ડાયરેક્ટર 50 વર્ષીય સુનિલ બાબુનું નિધન થયું છે. સુનિલ બાબુ બેંગ્લોર ડેઇઝ, ગજની અને વરિસુ સહિત ફિલ્મોમાં કામ કર્યું છે.

કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કાર જીત્યો
મૈસુર આર્ટસ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સુનીલ બાબુએ પ્રોડક્શન ડિઝાઇનર સાબુ સિરિલના આસિસ્ટન્ટ તરીકે મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો.
સુનિલ બાબુએ 'અનંતભદ્રમ', 'બેંગ્લોર ડેઇઝ', 'કાયમકુલમ કોચુન્ની', 'પઝહસીરાજા', 'છોટા મુંબઈ', 'આમી', 'પ્રેમમ' અને 'નોટબુક' જેવી ઘણી સુપરહિટ મલયાલમ ફિલ્મો માટે આર્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. તેમણે ફિલ્મ 'અનંતભદ્રમ' માટે શ્રેષ્ઠ આર્ટ ડાયરેક્શનનો કેરળ રાજ્ય ફિલ્મ પુરસ્કાર પણ જીત્યો હતો.

ફિલ્મ 'વારિસૂ' માટે કામ કરી રહ્યા હતા સુનીલ બાબુ
'એમએસ ધોની', 'ગજની', 'લક્ષ્ય' અને 'સ્પેશિયલ 26' બોલીવુડની એવી ફિલ્મો છે, જેમાં સુનીલ બાબુએ આર્ટ ડિરેક્શન કર્યું હતું. હાલમાં તેઓ વિજયની આગામી ફિલ્મ 'વારિસૂ' માટે કામ કરી રહ્યા હતા.

ત્રણ દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ થયા હતા
સુનીલ બાબુને પગમાં સોજાના કારણે મૃત્યુના ત્રણ દિવસ પહેલા એર્નાકુલમની અમૃતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે કુન્નમથાનમના રહેવાસી થેંકપ્પન નાયર અને સરસ્વતીના પુત્ર હતા. તેમના પરિવારમાં તેમની પત્ની પ્રેમા અને પુત્રી આર્ય સરસ્વતી છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
