Entertainment News : 800 કરોડની કમાણી કરનારી ફિલ્મની 19 વર્ષીય એક્ટ્રેસે બોલીવુડને કહ્યું- અલવિદા
Entertainment News : ઘણા ઓછી એવી ફિલ્મો હોય છે, જેને સમગ્ર દુનિયામાં પ્રેમ મળે છે. જેમાં બોલીવુડની ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે. આવી જ એક ફિલ્મ છે સિક્રેટ સુપરસ્ટાર. આ ફિલ્મે પોતાની સ્ટોરી અને કલાકારોની શાનદાર એક્ટિંગના જોરે સમગ્ર વિશ્વમાં લોકોનું મનોરંજન કર્યું છે.
બોલીવુડની આવી જ એક ઓછા બજેટની ફિલ્મ છે, જેણે ભારતમાં રીલિઝ થતાં જ દરેકનું દિલ જીતી લીધું હતું. જ્યારે તે વિદેશમાં રિલીઝ થઈ, ત્યારે દર્શકોએ તેના પર પ્રેમ વરસાવ્યો હતો.

બોલીવુડની આ ફિલ્મ માત્ર 15 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી, પરંતુ તેને દર્શકોનો એટલો પ્રેમ મળ્યો કે, તેણે વર્લ્ડવાઇડ 858 કરોડનું કલેક્શન કર્યું હતું, પરંતુ આ ફિલ્મની અભિનેત્રીએ 19 વર્ષની વયે અભિનયની દુનિયાને અલવિદા કહી દીધું છે.
અમે વાત કરી રહ્યા છીએ, વર્ષ 2017માં રિલીઝ થયેલી ફિલ્મ સિક્રેટ સુપરસ્ટાર ફિલ્મની. આ ફિલ્મનું નિર્માણ આમિર ખાન અને કિરણ રાવે કર્યું હતું, જ્યારે અદ્વૈત ચંદને ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. ફિલ્મમાં ઝાયરા વસીમ, આમિર ખાન, મેહર વિજ અને રાજ અરુણ મુખ્ય ભૂમિકામાં હતા.
ફિલ્મની સ્ટોરી એક કિશોરવયની છોકરીની છે, જે ગાયિકા છે અને માસ્ક પહેરીને યુટ્યુબ પર તેના વીડિયો અપલોડ કરે છે. આ છોકરીનું જીવન અને સંઘર્ષ ફિલ્મમાં બતાવવામાં આવ્યો છે.
આ ફિલ્મ રૂપિયા 15 કરોડના બજેટમાં બની હતી અને ફિલ્મે વિશ્વભરમાં રૂપિયા 858 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. તે ભારતની સૌથી વધુ નફો કરતી ફિલ્મોમાંની એક હતી.
ઉલ્લેખનીય છે કે, ઝાયરા વસીમે 2019માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું. તેણે જણાવ્યું હતું કે, તેણે આ ઈસ્લામના માર્ગ પર ચાલવા માટે કર્યું છે. ઝાયરા વસીમે બોલીવુડમાં ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે.
દંગલ (2016), સિક્રેટ સુપરસ્ટાર (2017) અને ધ સ્કાય ઇઝ પિંક (2019). ઝાયરા વસીમ પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તર સાથે ધ સ્કાય ઇઝ પિંકમાં જોવા મળી હતી. જ્યારે ઝાયરાએ દંગલ અને સિક્રેટ સુપરસ્ટારમાં આમિર ખાન સાથે કામ કર્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
