bollywood news : તકિયો લઇને એરપોર્ટ પહોંચી જાન્હવી કપુર, તો લોકોએ આવી રીતે લીધી મજા
bollywood news : જાન્હવી કપુર પોતાની ફેશન સેન્સ અને બોલ્ડ લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. આવામાં હાલ તે એરપોર્ટ પર તકિયો લઇને પહોંચી ગઇ હતી. જે કારણે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.
આ દરમિયાન જાન્હવી કપુર ઓશીકું લઈને એરપોર્ટ પર ઉતરી અને અંદર જતા પહેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. નોંધનીય છે કે, જાન્હવી કપુર એ અભિનેત્રીઓમાંથી એક છે, જેની દરેક એક્ટને લોકો જોઈ રહ્યા છે. આ વીડિયોમાં તેણે લાઇટ ડ્રેસ પહેર્યો છે, જે ફ્રન્ટ કટ છે.

પાપારાઝીએ આ વીડિયો શેર કર્યો અને લખ્યું હતું કે, તમે જ્યાં પણ જાઓ, ત્યાં ઓશીકું હોવું જરૂરી છે!! જાન્હવી કપૂરે તે સાચું સાબિત કર્યું!!! એરપોર્ટ પર આવતાની સાથે જ તેણી તેના ફ્લોરલ ડ્રેસમાં અદભૂત દેખાતી હતી!!
જાન્હવી કપુરને સિમ્પલ લુકમાં અદભૂત દેખાતી જોઈને લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું છે કે, તે હોટલમાંથી તકિયાની ચોરી કરીને ભાગી રહી છે. એકે લખ્યું હતું કે, એવું લાગે છે કે, બિચારી ખૂબ જ પરેશાન છે. એકે લખ્યું, અરે ફર્સ્ટ ક્લાસમાં કોઈ ઓશિકા નથી, હવે સ્ટાર્સે પોતાનું ઓશીકું લઈ જવું પડશે.
આવી અનેક કોમેન્ટ્સ સામે આવી રહી છે અને જાન્હવી કપુરે આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જાન્હવી કપૂર આ વર્ષે ઘણા અદ્ભુત પ્રોજેક્ટ્સનો ભાગ હશે અને ગયા વર્ષે પણ તેની પાસે કેટલાક સારા પ્રોજેક્ટ્સ હતા અને મિલી તેમાંથી એક હતી. આ વર્ષે તેની ફિલ્મ કેવું ચાલે છે, તે તો સમય જ કહેશે.












Click it and Unblock the Notifications
