Bigg Boss ott 2 Manisha Rani : માનિષા રાની કરશે બોલીવુડમાં ડેબ્યૂ, એક, બે નહીં પણ મળી આટલી ફિલ્મોની ઓફર

Bigg Boss ott 2 Manisha Rani : બિગ બોસ એક એવો શો છે જેના દ્વારા ઘણા લોકોની કિસ્મત ચમકી ગઇ છે. જેના દ્વારા ઘણા લોકોને ફિલ્મોમાં ઓફર મળી છે. આમાં એક નામનો વધારો થયો છે. આ નામ છે મનિષા રાનીનું. મનિષા આજે લાખો દિલોમાં પોતાનું સ્થાન બનાવી ચુકી છે.

મનિષા આગવા અંદાઝમાં વાત કરે છે, અને કોમેડી કરે છે. જેના કારણે બિગ બોસ હાઉસમાં સકારાત્મક વાતાવરણ બની રહે છે. જે કારણે લોકો તેને ખુબ પસંદ કરી રહી છે.

Manisha Rani

માત્ર સામાન્ય લોકો જ નહીં, પરંતુ સેલિબ્રિટીઓ પણ તેના ફેન છે. મનીષાએ ટિક ટોકથી બિગ બોસ સુધીની સફર કરી છે. જોકે, તે તેના માટે સરળ નહોતું. હવે જ્યારે તે સફળ થઈ રહી છે, ત્યારે તેને ઘણી ફિલ્મોની ઓફર મળવા લાગી છે.

'બિગ બોસ ઓટીટી 2'માં દેખાયા પછી મોટી ઑફર્સ મળી - મનીષા રાની એક સમયે જર્જરિત મકાનમાં રહેવા મજબૂર હતી. તેમના પિતા મનોજ કુમારે પરિવારની આર્થિક સ્થિતિને સંભાળવા માટે સખત મહેનત કરી હતી. તેણે દીકરીને ભણાવી અને તેના સપના પૂરા કરવામાં હંમેશા સાથ આપ્યો છે.

આજે મનીષા પોતાની મહેનત અને પ્રતિભાના બળ પર સફળતાની સીડીઓ ચડી રહી છે. 'બિગ બોસ ઓટીટી 2'માં પગ મૂક્યા પછી, તેની કિસ્મત એટલી ઝડપે આગળ વધી છે કે, તેને એક-બે નહીં, પરંતુ પાંચ ફિલ્મોની ઓફર મળી છે.

જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા - એક પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવવામાં આવ્યું હતું કે, મનીષાને બાળપણથી જ ડાન્સમાં રસ છે. મનીષાએ પોતે પણ ઘણા ઈન્ટરવ્યુમાં આ વાત કહી છે. તેને શરૂઆતથી જ એક્ટિંગ અને ડાન્સનો શોખ છે. જ્યારે ટિકટોક બંધ થયું, ત્યારે તે ખૂબ રડી હતી.

મનિષા રાની પાંચ દિવસ કંઈપણ ખાધા-પીધા વગર વિતાવ્યા હતા. તેમને MOJ એપ વતી બોન્ડ પર સહી કરવા માટે બોવાવવામાં આવી હતી. જેમાં તેને 3-5 લાખ આપવાનું કહેવામાં આવ્યું હતું કે, તે તેના માટે વીડિયો બનાવશે, પરંતુ બાદમાં તેની પાસેથી આ તક પણ છીનવી લેવામાં આવી હતી. મનીષા ઘણી વખત પડ્યા પછી ઉભી થઈ છે, ત્યાર બાદ જ તે આ સ્થાને પહોંચી શકી છે.

ફિલ્મની ઓફર મળી - મનીષા રાનીને અત્યાર સુધીમાં પાંચ ફિલ્મોની ઓફર મળી છે. શોમાંથી બહાર નીકળતાની સાથે જ તેની સામે ફિલ્મોની લાઈન જોવા મળે છે. આ સિવાય તે એક NGO સાથે પણ જોડાયેલી છે. એનજીઓમાં તેમના પૈસાથી માંડીને દરેક બાબતમાં મહત્વનો ફાળો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X