Cuttputlli : ફ્લોપની હેટ્રિક બાદ અક્ષય કુમારે લીધા આટલા કરોડ, કઠપૂતલીની ફી જાણીને ચોંકી જશો
ત્રણ દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં અક્ષય કુમારે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. જ્યારે ખિલાડી કુમારે તેની 31 વર્ષની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી, તો તેણે નિષ્ફળતાનો સ્વાદ પણ ચાખ્યો છે.
Cuttputlli : ત્રણ દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં અક્ષય કુમારે ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. જ્યારે ખિલાડી કુમારે તેની 31 વર્ષની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી, તો તેણે નિષ્ફળતાનો સ્વાદ પણ ચાખ્યો છે.
તાજેતરનું ઉદાહરણ લો, અક્ષય કુમાર 'બચ્ચન પાંડે', 'સમ્રાટ પૃથ્વીરાજ' અને 'રક્ષા બંધન'ની ફ્લોપને કારણે નિષ્ફળતાના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. જોકે, આ આંચકાઓએ અક્ષય કુમારના માર્કેટ વેલ્યુને અસર કરી નથી, કારણ કે સુપરસ્ટાર હજૂ પણ બોલીવુડમાં સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંનો એક છે.

અક્ષય કુમારની 2022ની અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ
હાલમાં જ અક્ષય કઠપૂતલીમાં પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળ્યો હતો. રણજિત એમ. તિવારી દ્વારા દિગ્દર્શિત, 2018ની તમિલ ફિલ્મરતસાસનની હિન્દી રિમેકમાં રકુલ પ્રીત સિંહ અને સરગુન મહેતા પણ મુખ્ય ભૂમિકામાં છે.
તે 2 સપ્ટેમ્બરના રોજ ડિઝની+ હોટસ્ટાર પરસીધું પ્રીમિયર થયું હતું અને IMDb રેટિંગ મુજબ અક્ષયની 2022ની શ્રેષ્ઠ ફિલ્મ બની છે.

'કઠપૂતલી' માટે ખિલાડી કુમારે લીધા આટલા કરોડ
OTT રિલીઝને કારણે લોકોને લાગ્યું કે, અક્ષય કુમારના અન્ય પ્રોજેક્ટ્સની સરખામણીમાં ફિલ્મ 'કઠપુતલી'નું બજેટ ઓછું છે, પરંતુ લેટેસ્ટરિપોર્ટ્સ પરથી જાણવા મળ્યું છે કે, આ ફિલ્મ 150 કરોડ રૂપિયાના જંગી બજેટમાં બની છે.
એટલું જ નહીં, રિપોર્ટ્સ પરથી એ પણ જાણવામળ્યું છે કે 'કઠપૂતલી' માટે અક્ષય કુમારની ફી ફિલ્મના કુલ બજેટના 80 ટકા જેટલી છે.
હા, તમે તે સાચું વાંચ્યું છે. ખિલાડી કુમારે'કઠપૂતલી' માટે 120 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હોવાનું કહેવાય છે. જોકે, આ દાવાઓની હજૂ સુધી પુષ્ટિ થઈ નથી.

અક્ષય કુમારની આગામી રિલીઝ 'રામ સેતુ'
વર્કફ્રન્ટની વાત કરીએ તો 'કઠપૂતલી' પછી તેની આગામી રિલીઝ 'રામ સેતુ' થવાની છે. અભિષેક શર્મા દ્વારા નિર્દેશિત, એક્શન-એડવેન્ચરફિલ્મમાં જેકલીન ફર્નાન્ડીઝ અને નુસરત ભરૂચા મુખ્ય ભૂમિકામાં છે. તે આ વર્ષે દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં જોવા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
