આ તગડી એક્શન ફિલ્મ માટે અક્ષય કુમારે માંગી 100 કરોડની ફી, ખેલ્યો મોટો દાવ

હાલમાં અક્ષય કુમારની ડિમાન્ડ એટલી ઝડપથી વધી ગઈ છે કે આજે એ સમાચાર હવાની જેમ ફેલાઈ રહ્યા છે કે હવે તે 100 કરોડની ફી લઈ રહ્યા છે.

કેસરી, મિશન મંગલ અને હાઉસફૂલ 4 સાથે આ વર્ષે પણ અક્ષય કુમારે બૉક્સ ઓફિસ પર પોતાનો દબદબો જાળવી રાખ્યો. એનાથી બધા વાકેફ છે કે કમાણી બાબતે હાલમાં અક્ષય કુમાર સૌથી વધુ કમાઉ સુપરસ્ટાર છે. પછી ભલે અહીં વાત તેમની ફિલ્મની કમાણીની હોય કે પછી તેમની અંગત જિંદગી સાથે જોડાયેલી હોય. હાલમાં અક્ષય કુમારની ડિમાન્ડ એટલી ઝડપથી વધી ગઈ છે કે આજે એ સમાચાર હવાની જેમ ફેલાઈ રહ્યા છે કે હવે તે 100 કરોડની ફી લઈ રહ્યા છે.

100 કરોડની ડીલ

100 કરોડની ડીલ

ચર્ચા છે કે અક્ષય કુમારને તેમની આગામી ફિલ્મ માટે 100 કરોડની ડીલ આપવામાં આવી છે. આ એક મોટા સ્તરની એક્શન ફિલ્મ હશે. જેનુ નિર્માણ વાશૂ ભગનાની કરી રહ્યા છે. નિર્દેશક માટે નિખિલ અડવાણીનુ નામ સામે આવી રહ્યુ છે. અક્ષયની સ્ટારડમને જોતા સીધી રીતે અક્ષયને ફિલ્મ સાથે જોડવા માટે 100 કરોડનો પ્રસ્તાવ મેકર્સ તરફથી આપવામાં આવ્યો છે.

આવુ છે પ્લાનિંગ

આવુ છે પ્લાનિંગ

રિપોર્ટ અનુસાર અક્ષય કુમારની આ આગામી ફિલ્મ સાચી ઘટના પર આધારિત હશે. આ અંગેની સ્ક્રીપ્ટ સંપૂર્ણપણે તૈયાર કરી દેવામાં આવી છે. જો કે ફી વિશે હજુ સુધી અક્ષય અને મેકર્સ તરફથી કોઈ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી.

દમદાર વાપસી માટે અક્ષય કુમાર પર દાવ

દમદાર વાપસી માટે અક્ષય કુમાર પર દાવ

અમર ઉજાલાના રિપોર્ટ અનુસાર ઘણા લાંબા સમયથી લો પ્રોફાઈલ રહેનાર વાશૂ ભગનાની ફરીથી બોલિવુડમાં સંપૂર્ણપણે સક્રિય થવા ઈચ્છે છે. એવામાં તેમનુ ફોકસ કોઈ મોટી અને દમદાર સ્ટાર કાસ્ટ સાથે મેદાનમાં ઉતરવાનુ છે. આના માટે અક્ષય કુમારથી મોટો દાવ તેમના માટે બીજો કોઈ ન હોઈ શકે.

દર વર્ષે કરોડોની કમાણી

દર વર્ષે કરોડોની કમાણી

વર્ષ 2018ની વાત કરવામાં આવે તો અક્ષય કુમારની ત્રણે ફિલ્મો પેડમેન, ગોલ્ડ અને 2.0 એ તગડો બિઝનેસ કર્યો . પેડમેને 207 કરોડ, ગોલ્ડે 151 કરોડ અને 2.0એ 800 કરોડની જબરદસ્ત કમાણી કરી.

સૌથી વધુ કમાણી કરતા સ્ટાર

સૌથી વધુ કમાણી કરતા સ્ટાર

આટલુ જ નહિ કમાણીની દ્રષ્ટિએ અક્ષય કુમારે પણ ઘણા સ્ટાર્સને પાછળ છોડી દીધા છે. બિઝનેસ મેગેઝીન ફોર્બ્ઝની સૌથી વધુ કમાણી કરતા સેલિબ્રિટી લિસ્ટમાં અક્ષયનુ 33મુ સ્થાન છે.

આટલી હોય છે દરેક ફિલ્મની કમાણી

આટલી હોય છે દરેક ફિલ્મની કમાણી

માનવામાં આવી રહ્યુ છે કે અક્ષય કુમાર પોતાની દરેક ફિલ્મમાં ઓછામાં ઓછી 50 લાખ ડૉલર એટલે કે 34.19 કરોડ રૂપિયાથી લઈને 1 કરોડ ડૉલર એટલે કે 68.40 કરોડની કમાણી કરે છે.

આટલી રહી છે અક્ષયની ફી

આટલી રહી છે અક્ષયની ફી

છેલ્લા એક વર્ષમાં અક્ષય કુમારે એક ફિલ્મ માટે 30થી લઈને 60 કરોડની ફી લીધી છે. રિપોર્ટ અનુસાર અક્ષય કુમાકે વર્ષ 2012માં રાઉડી રાઠોડ માટે 27 કરોડ ફી લીધી હતી કે જે હવે તેમની લોકપ્રિયતાના આધારે 54 કરોડ સુધી પહોંચી ગઈ છે. આ નવી ફિલ્મ માટે અક્ષયને 100 કરોડ ખરેખર મળી રહ્યા છે કે નહિ તેના પર કોઈ ઠોસ માહિતી સામે આવી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X