સિંગર રાહુલ વૈદ્ય-દિશા પરમાર બન્યા માતા-પિતા, થયો દીકરીનો જન્મ, ફેન્સ પાઠવી રહ્યા છે અભિનંદન
Rahul Vaidya, Disha Parmar Blessed With a Baby Girl: ઈન્ડિયન આઈડલ ફેમ અને જાણીતા સિંગર રાહુલ વૈદ્ય અને ફેમસ ટીવી સ્ટાર દિશા પરમાર હવે માતા-પિતા બની ગયા છે. 20 સપ્ટેમ્બરે દિશાએ દીકરીને જન્મ આપ્યો છે. સોશિયલ મીડિયા દ્વારા દંપત્તિએ જણાવ્યું છે કે તેમના ઘરે એક નાનકડી પરી આવી છે.
આ ખુશખબરી સામે આવતાં જ ફેન્સ ખુશ થઈ ગયા અને બંનેને દિલથી અભિનંદન પાઠવી રહ્યા છે. ટીવી અને સંગીતની દુનિયાની ઘણી જાણીતી હસ્તીઓએ પણ દિશા અને રાહુલને અભિનંદન પાઠવ્યા.

કપલે સોશિયલ મીડિયા પર એક ક્યુટ બેબી હાથીનો ફોટો શેર કર્યો અને લખ્યું, 'અમારા ઘરમાં એક નાનકડી પરીનો જન્મ થયો છે. માતા અને બાળક બંને સ્વસ્થ છે. અમે અમારા પરિવાર અને ડૉક્ટરનો આભાર માનવા માંગીએ છીએ. તમને જણાવી દઈએ કે 19 સપ્ટેમ્બરે રાહુલ અને દિશાના ઘરે ગણપતિ પધાર્યા હતા અને બીજા દિવસે તેમના ઘરે દીકરીનો જન્મ થયો.
ગણેશ ચતુર્થીના ખાસ અવસર પર બંનેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી હતી. આ પોસ્ટમાં બંને એકસાથે ખૂબ જ ખુશ અને સુંદર દેખાઈ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે રાહુલ અને દિશા બંનેને હૉટ કપલ કહેવામાં આવે છે અને તેમની તસવીરો અવારનવાર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. તેમની ઘણી રોમેન્ટિક તસવીરો વાયરલ થઈ છે.
નોંધનીય છે કે રાહુલ વૈદ્યે વર્ષ 2021માં દિશા પરમાર સાથે લગ્ન કર્યા હતા. રાહુલ વૈદ્ય શો 'બિગ બૉસ 14'નો સ્પર્ધક પણ રહી ચૂક્યો છે અને આ જ શો દરમિયાન તેણે નેશનલ ટીવી પર દિશા પરમારને પ્રપોઝ કર્યું હતું. જે બાદ દિશા 'બિગ બૉસ'ના ઘરમાં આવી અને રાહુલનો પ્રેમ સ્વીકાર્યો.
તેણે નેશનલ ટીવી પર દિશા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. રાહુલે દિશાને પ્રપોઝ કર્યા પછી તે ઘરમાં આવી અને બધાની સામે રાહુલને હા પાડી. ત્યારથી, તેમના ફેન્સ રાહુલ અને દિશાને 'દિશુલ' કહીને બોલાવવા લાગ્યા અને ત્યારબાદ બંનેએ વર્ષ 2021માં લગ્ન કરી લીધા.
રાહુલ સંગીત જગતનો પ્રખ્યાત સ્ટાર છે તો દિશા પરમાર ટીવીની સુંદર અભિનેત્રીઓમાંની એક છે. 'પ્યાર કા દર્દ હૈ મીઠાં મીઠા'થી ટીવી જગતમાં હલચલ મચાવનારી દિશાને લોકો 'બડે અચ્છે લગતે હૈં 2'ની પ્રિયા તરીકે ઓળખે છે અને તેને ખૂબ પ્રેમ કરે છે.












Click it and Unblock the Notifications
