ગહના વસિષ્ઠ બાદ એડલ્ટ ફિલ્મ શૂટ કરનાર ડાયરેક્ટર ગુજરાતથી પકડાયો

ઓટીટી પ્લેટફૉર્મ પર અશ્લીલ વીડિયો અપલોડ કરવાના આરોપમાં ગહના વશિષ્ઠ બાદ પોલિસે ડાયરેક્ટરની પણ ધરપકડ કરી લીધી છે.

સુરતઃ ઓટીટી પ્લેટફૉર્મ પર અશ્લીલ વીડિયો અપલોડ કરવાના આરોપમાં અભિનેત્રી અને મૉડલ ગહના વશિષ્ઠને પહેલા જ મુંબઈ પોલિસે ધરપકડ કરી લીધી હતી પરંતુ હવે આ મામલે પોલિસે ડાયરેક્ટરની પણ ધરપકડ કરી લીધી છે જેણે આ ન્યૂડ ફિલ્મને શૂટ કરી હતી. આ સાથે જ આ સમગ્ર મામલે અત્યાર સુધી 9 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. મુંબઈ પોલિસની સિટી ક્રાઈમ બ્રાંચે ગુજરાતના સુરતથી ફિલ્મ ડાયરેક્ટરની મંગળવારે રાતે ધરપકડ કરી છે. ડાયરેક્ટર પર આરોપ છે કે તેણે જ ગહના વશિષ્ઠની ન્યૂડ ફિલ્મને ડાયરેક્ટ કરી હતી અને તે ફિલ્મમાં એક્ટર્સને કાસ્ટ કરતા હતા અન ન્યૂડ શૂટ કરીને તેને ઓટીટી પ્લેટફૉર્મ પર મોકલતા હતા.

gahna

ક્રાઈમ બ્રાંચના અધિકારીએ જણાવ્યુ કે આરોપી ડાયરેક્ટર આ રીતની ગતિવિધિમાં લગબગ એક વર્ષથી લિપ્ત હતો. તેને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો જ્યાં કોર્ટે 15 ફેબ્રુઆરી સુધી ડાયરેક્ટરને પોલિસ કસ્ટડીમાં મોકલી દીધો છે. ગયા સપ્તાહે પોલિસ પ્રોપર્ટી સેલે માલવાની વિસ્તારમાં સ્થિત માઘ બંગલા પર રેડ પાડી હતી અને આ રેકેટનો ભાંડાફોડ કર્યો હતો કે જે પૉર્ન ફિલ્મ બનાવતા હતા. ફિલ્મમાં સ્ટ્રગલિંગ મૉડલ્સ અને એક્ટર્સને લઈ જતા હતા અને તેમની ફિલ્મને સોશિયલ મીડિયા એપ અને વેબસાઈટ પર મોકલતા હતા.

અધિકારીએ જણાવ્યુ કે શરૂઆતમાં પાંચ લોકો આ મામલે પકડાયા હતા પરંતુ બાદમાં વધુ ત્રણ લોકોને આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. જે લોકોની ધરપકડ કરવામાં આવી તેમાં અભિનેત્રી અને વિદેશી પ્રોડક્શન હાઉસના એક પ્રતિનિધિ પણ શામેલ છે. પોલિસે આ મામલે બે એફઆઈઆર નોંધી છે જેમાં એક મહિલાની ફરિયાદ પણ શામેલ છે જેણે આરોપ લગાવ્યો હતો કે તેને બળજબરીથી પૉર્ન ફિલ્માં કામ કરાવવા માટે દબાણ કરવામાં આવ્યુ. ગયા સપ્તાહે રેડમાં પોલિસે છ મોબાઈલ ફોન, એક લેપટૉપ, કેમેરો, મેમરી કાર્ડ અને અન્ય ઉપકરણ જેની કિંમત લગભગ 5.68 લાખ રૂપિયા છે તેને જપ્ત કર્યા હતા. આરોપીઓ સામે સંબંધિત કલમોમાં કેસ નોંધી લેવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X