Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગૌરી ખાને જીત્યો ડિઝાઈન પર્સન ઑફ ધ યર અવૉર્ડ - શાહરુખે આ અંદાજમાં આપ્યા અભિનંદન

ગૌરી ખાનને બી ડબ્લ્યુ ફ્યુચર ઑફ ડિઝાઈન સમિટ એન્ડ અવૉર્ડઝ 2019માં ડિઝાઈન પર્સન ઑફ ધ યરથી સમ્માનિત કરવામાં આવ્યા.

ગૌરી ખાનને બી ડબ્લ્યુ ફ્યુચર ઑફ ડિઝાઈન સમિટ એન્ડ અવૉર્ડઝ 2019માં ડિઝાઈન પર્સન ઑફ ધ યરથી સમ્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે ગૌરી ખાને કહ્યુ, એક પ્રોજેક્ટ પૂરો કરવો અને પોતાની ડિઝાઈનને સાકાર થતી જોવી મને સારુ કામ કરવા માટે પ્રેરિત કરે છે. વળી, શાહરુખ ખાને પણ પોતાની પત્ની ગૌરી ખાનને આ અવૉર્ડ માટે શુભકામનાઓ આપી છે. એક મજેદાર ટ્વીટ સાથે.

કલાત્મક ટ્રાન્સફોર્મેશન

કલાત્મક ટ્રાન્સફોર્મેશન

ગૌરી ખાને જે ડિઝાઈનની દુનિયામાં પોતાના કલાત્મક ટ્રાન્સફોર્મેશન માટે ઓળખાય છે તે ઘણા પ્રકારના પ્રોજેક્ટ્સમાં પોતાની ડિઝાઈન સાથે આ ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા સ્થાપિત કરી ચૂકી છે. એક ઉદ્યમી તરીકે પોતાના માટે એક જગ્યા બનાવી લીધી છે અને આજના સમયમાં સ્પેશિયલ ડિઝાઈન કરવા માટે તે એક ભરોસાપાત્ર નામ છે.

ઘણી પરિયોજનાઓ આપવામાં સફળ

ઘણી પરિયોજનાઓ આપવામાં સફળ

ગૌરી ખાન ઈન્ટીરિયર ડિઝાઈનથી લઈને રિટેલ આઉટલેટ, રેસ્ટોરાં, સ્પા અને ટર્નકી પ્રોજેક્ટ્સ જેવા કોમર્શિયલ સ્પેસમાં પણ પોતાની ડિઝાઈનનો જાદૂ વિખેરી ચૂકી છે. આ ઉપારંત ગૌરી ખાન ડિઝાઈન્સ પ્રોડક્ટ ડિઝાઈન, બ્રાંડિંગ, એન્ડોર્સમેન્ટમાં પણ શામેલ છે. સાથે આંતરરાષ્ટ્રીય ડિઝાઈનરો સાથે કામ કરવુ અને સ્થાનિક કારીગરો સાથે સહયોગ કરવા સાથે સાથે તે આખા દેશમાં ઘણી પરિયોજનાઓને અંજામ આપવામાં સફળ રહી છે.

ક્લાઈન્ટના ચહેરા પર સ્મિત

2019માં ડિઝાઈન પર્સન ઑફ ધ યરથી સમ્માનિત ગૌરી ખાન કહે છે, એક પ્રોજેક્ટને પૂરો કરવો અને પોતાની ડિઝાઈનને સાકાર થતી જોવી... પોતાના ક્લાઈન્ટના ચહેરા પર સ્મિત. મને હંમેશા સારુ કામ કરવા માટે પ્રેરિત કરે છે. જે લોકો એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. તેમને મારો સંદેશ છે કે જો તે ફોકસ્ડ છો અને તમે જે કરો છો તેના માટે જનૂની છો તો તમે ખરેખર વિજેતા બનશો. તમે એક અચીવર હશો. બી ડબ્લ્યુ ફ્યુચર ઑફ ડિઝાઈન સમિટ એન્ડ અનૉર્ડઝ 2019માં ડિઝાઈનરો, આર્કિટેક્ટ્સ, ઈનોવેટર્સ અને વેપારીઓ દ્વારા સર્વશ્રેષ્ઠ પ્રોટોટાઈપ અને તૈયાર ડિઝાઈનને સમ્માનિત કરવામાં આવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X