Gauahar Khan Baby: ગૌહર ખાન 42 વર્ષની ઉંમરે ફરી માતા બની, દીકરાને આપ્યો જન્મ
Gauahar Khan Baby: ટીવીની લોકપ્રિય અભિનેત્રી અને 'બિગ બોસ' વિજેતા ગૌહર ખાનના ઘરે નાનકડા મહેમાનનું આગમન થયું છે. હા, ગૌહર અને તેના પતિ, કોરિયોગ્રાફર અને સોશિયલ મીડિયા પર્સનાલિટી ઝૈદ દરબાર બીજી વાર માતા-પિતા બન્યા છે. આ કપલે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ખુશખબર શેર કરી છે. ગૌહર અને ઝૈદે ડિસેમ્બર 2020માં લગ્ન કર્યા. લગ્નના ત્રણ વર્ષ પછી, મે 2023માં, તેઓએ તેમના પહેલા પુત્ર જહાનનું સ્વાગત કર્યું. હવે બીજા પુત્રના આગમન સાથે, ગૌહરના પરિવારમાં આ સમયે ખુશી અને ઉજવણીનો માહોલ છે. નાનકડા રાજકુમારને જન્મ આપીને તેમની ખુશીનો પાર નથી. ચાહકો હવે ગૌહરના નાનકડા રાજકુમારની પહેલી ઝલક જોવા માટે ઉત્સુક છે.

પ્રખ્યાત અભિનેત્રી ગૌહર ખાન 42 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની છે અને તેણે બીજા દીકરાને જન્મ આપ્યો છે. આ માહિતી તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા શેર કરી છે. તેણે 1 સપ્ટેમ્બરે પોતાના બીજા દીકરાને જન્મ આપ્યો છે.
પોસ્ટ શેર કરીને આપ્યા ગુડ ન્યૂઝ
ગૌહર અને ઝૈદે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને જણાવ્યું કે, તેમના બીજા બાળકનો જન્મ 1 સપ્ટેમ્બરના રોજ થયો છે. તેમણે લખ્યું, બિસ્મિલ્લાહ હીર રહેમાન નીર રહીમ. અમારી જહાન 1 સપ્ટેમ્બર 2025ના રોજ જન્મેલા તેના નાના ભાઈ સાથે તેની નાની દુનિયા શેર કરીને ખૂબ જ ખુશ છે. અમારા પરિવાર માટે તમારા બધા પ્રેમ અને પ્રાર્થનાની શુભેચ્છાઓ. પ્રેમ અને કૃતજ્ઞતા સાથે - ગૌહર અને ઝૈદ. તેમણે કેપ્શનમાં લખ્યું, અલહમદુલ્લાહ.
ચાહકો અને બોલીવુડ સેલેબ્સે આપી શુભેચ્છાઓ
ચાહકો તેમને બીજી વખત માતા બનવા બદલ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને નાનકડા બાળક પર પ્રેમ વરસાવી રહ્યા છે. માત્ર ચાહકો જ નહીં, પણ ફિલ્મ અને ટીવી સ્ટાર્સ પણ ગૌહર ખાન અને ઝૈદ દરબારને બીજી વખત માતાપિતા બનવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. સ્વરા ભાસ્કરે લખ્યું, ગૌહરને ખૂબ ખૂબ અભિનંદન. ગાયિકા નીતિ મોહને પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું, આ સમાચાર સાંભળીને અમને ખૂબ આનંદ થયો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
