Ganesh Chaturthi 2023: અંબાણી પરિવારના ગણપતિ ઉત્સવમાં સામેલ થઈ આલિયા ભટ્ટ, બતાવ્યો કિલર લુક

Alia Bhatt: ગણેશ ઉત્સવ દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. મુંબઈ અને મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવની એક ખાસ ઉજવણી જોવા મળે છે. અંબાણી પરિવારમાં પણ ખૂબ જ ભવ્ય રીતે ગણેશ ઉત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગઈકાલે રાત્રે બૉલિવુડના અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા.

રણબીર કપૂરની પત્ની અને બૉલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ પણ આ ખાસ ગણેશ ઉત્સવની ઉજવણીનો ભાગ બની હતી. આલિયા ભટ્ટે અંબાણી પરિવારની આ પાર્ટીમાં પતિ વિના હાજરી આપી હતી. આ દરમિયાન આલિયાને તેના ખાસ મિત્ર અને ફિલ્મ નિર્દેશક અયાન મુખર્જીએ કંપની આપી હતી.

Alia Bhatt

બૉલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ હંમેશા તેની સ્ટાઈલ, તેના કામ અને તેની અદ્ભુત અદાઓ માટે જાણીતી છે. જ્યારે પણ આલિયા તેની સ્ટાઈલમાં ઘરની બહાર નીકળે છે ત્યારે તેના લુકની સોશિયલ મીડિયા પર ચર્ચા થાય છે. ગણેશ ઉત્સવ માટે આલિયા ભટ્ટ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે પહોંચી હતી. આલિયાની સાથે અયાન મુખર્જી હતો. બંનેની બોન્ડિંગ ઘણી સારી છે જે અહીં પણ જોવા મળી હતી.

આલિયા ભટ્ટ ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે ઑરેન્જ કલરની સાડી પહેરી હતી, જે તેની સુંદરતામાં વધારો કરી રહી હતી અને આલિયા હંમેશા તેના વાળ ખુલ્લા રાખે છે. મેક-અપ ખૂબ જ હળવો હતો.

આલિયા ભટ્ટના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આલિયા ભટ્ટના વખાણ કરવાથી કોઈ પોતાને રોકી શકતું નથી. રણબીર કપૂરની પત્નીએ પોતાના કિલર સાડી લુકથી બધાને દિવાના બનાવી દીધા અને દર્શકો જોતા જ રહી ગયા.

બૉલિવુડ સેલેબ્સ હંમેશા અંબાણી પરિવારની પાર્ટીઓ અને કોઈપણ પ્રકારની ઉજવણીમાં હાજરી આપે છે. અંબાણી પરિવારને બૉલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂર સાથે ખાસ સંબંધ છે. ઘણીવાર મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી તેની પત્ની શ્લોકા મહેતા સાથે રણબીર અને આલિયાના ઘરે ડિનર અથવા લંચ માટે જાય છે. બંને વચ્ચે મિત્રતા સારી હોવાથી આલિયા હંમેશા અંબાણી પરિવારના સેલિબ્રેશનમાં હાજરી આપે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X