લક્ષ્મી અગ્રવાલના પૂર્વ વકીલે 'છપાક' સામે દાખલ કરી અરજી, ફિલ્મ પર રોક લગાવવાની માંગ

દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટમાં વકીલ અપર્ણા ભટ્ટે એક અરજી દાખલ કરી છે. તેમણે છપાક ફિલ્મ પર રોક લગાવવાની માંગ કરી છે.

દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકની મુશ્કેલીઓ રિલીઝ થયા પહેલા વધી જ રહી છે. હવે દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટમાં વકીલ અપર્ણા ભટ્ટે એક અરજી દાખલ કરી છે. તેમણે ફિલ્મ પર રોક લગાવવાની માંગ કરી છે. ભટ્ટનો દાવો છે કે તે એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલની ઘણા વર્ષો સુધી વકીલ રહી છે. પરંતુ આ ફિલ્મમાં તેમને ક્રેડિટ આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ લક્ષ્મીના જીવન પર આધારિત છે. ફિલ્મમાં લક્ષ્મી ભૂમિકા દીપિકા પાદુકોણે નિભાવી છે જેમાં તેનુ નામ માલતી છે.

ફિલ્મ લક્ષ્મીના જીવન પર આધારિત છે

ફિલ્મ લક્ષ્મીના જીવન પર આધારિત છે

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ લક્ષ્મીના જીવન પર આધારિત છે. ફિલ્મમાં લક્ષ્મીની ભૂમિકા દીપિકા પાદુકોણે નિભાવી છે જેનુ નામ માલતીછે. દીપિકા પાદુકોણની આ ફિલ્મ 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. જેનુ ટાઈટલ ટ્રેક 3 જાન્યુઆરીએ રિલીઝ થયુ છે. ફિલ્મના ટાઈટલ ટ્રેકની વાત કરીએ તો આ ગીતમાં ગુલઝારના લિરિક્સ છે અને અરિજીત સિંહનો સુંદર અવાજ છે. લોકોને આ ગીત ખૂબ જ ગમી રહ્યુ છે.

ફિલ્મનુ ટ્રેલર લોકોને ખૂબ જ ગમ્યુ

ફિલ્મનુ ટ્રેલર લોકોને ખૂબ જ ગમ્યુ

જ્યારે છપાકનુ ટ્રેલર રિલીઝ થયુ ત્યારે દીપિકાને જોઈને લોકો ચોંકી ગયા. દીપિકાની એક્ટિંગને ખૂબ જ પસંદ કરવામાં આવી. લોકોને ફિલ્મના ટ્રેલરમાં કહાની એકદમ અસલી લાગી. જો કે આ પહેલા ફિલ્મના કૉપીરાઈટ માટે પણ ડાયરેક્ટર મેઘના ગુલઝારે મુશ્કેલીઓ પાર કરવી પડી હતી. પરંતુ બાદમાં તેમણે પોતાનો પક્ષ રાખ્યો અને કહ્યુ કે સાચી ઘટનાની સ્ક્રિપ્ટ પર કોઈનો કૉપીરાઈટ નથી હોતો.

લક્ષ્મી પર 2005માં થયો હતો હુમલો

લક્ષ્મી પર 2005માં થયો હતો હુમલો

આ ફિલ્મમાં વિક્રાંત મેસી દીપિકા સાથે જોવા મળશે. વિક્રાંતે લક્ષ્મીના રિયલ લાઈફ પાર્ટનર આલોક દીક્ષિતની ભૂમિકા નિભાવી છે. વર્ષ 2005માં લક્ષ્મી અગ્રવાલ પર દિલ્લીના ખાન માર્કેટમાં નદીમ ખાન અને ત્રણ અન્યએ એસિડ એટેક કર્યો હતો. છપાક ફિલ્મ આ ઘટના પર આધારિત છે. લક્ષ્મી પર એસિડ એટેક કરનારનુ નામ ફિલ્મમાં બાબુ બશીર ખાન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X