'મને ખૂબ જ મારી, મારુ જડબુ તોડી નાખ્યુ...', ફ્લોરા સૈનીએ જણાવી યૌન શોષણની દર્દનાક કહાની
લિવ ઈન રિલેશનશિપનો આવો અંજામ જોઈને ફ્લોરા સૈની ખુદને રોકી ના શકી અને મીડિયા સામે તેણે પોતાની દર્દનાક આપવીતી સંભળાવી.
Flora Saini: સાજીદ ખાનની બિગ બૉસમાં એન્ટ્રી પછી ફરીથી શરુ થયેલી મી ટુ મૂવમેન્ટમાં યૌન શોષણનો શિકાર ઘણી મહિલાઓ અને અભિનેત્રીઓ સામે આવી રહી છે. આ ક્રમમાં અભિનેત્રી અને મૉડલ ફ્લોરા સૈનીએ પોતાના લિવ પાર્ટનરની કરતૂતોનો ઉલ્લેખ કર્યો છે. હાલમાં જ તે શ્રદ્ધા વૉકર હત્યાકાંડનો જોઈ પોતાના દિવસોને યાદ કરીને રડી પડી. લિવ ઈન રિલેશનશિપનો આવો અંજામ જોઈને ફ્લોરા સૈની ખુદને રોકી ના શકી અને મીડિયા સામે તેણે પોતાની દર્દનાક આપવીતી સંભળાવી.

ફ્લોરા સૈનીએ જણાવી પોતાની આપવીતી
ન્યૂઝ18 સાથે વાત કરતાં અભિનેત્રી અને મોડલ ફ્લોરા સૈનીએ કહ્યુ- હું મારા પૂર્વ બોયફ્રેન્ડ- ગૌરાંગ દોશી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં હતી જ્યારે તેણે મને પોતાના પ્રત્યેના પ્રેમનો પુરાવો આપવા કહ્યુ. ત્યારે ગૌરાંગ એટલો સારો દેખાતો હતો કે મારા માતા-પિતા પણ તેના પર શંકા ન કરી શકે. તે દરેક સાથે ખૂબ જ સારી રીતે વર્તતો હતો. સરસ વાતો કરતા. દરેકને આદર આપતો.

પ્રેમ કરવાવાળો અચાનક જ મારવા લાગ્યો
પોતાના દુઃખના દિવસોને યાદ કરતા ફ્લોરાએ કહ્યુ- બાળકોના માતા-પિતાને કોઈ પણ ખોટી વાતનો બહુ જલ્દી ખ્યાલ આવી જાય છે. માટે સૌ પ્રથમ ગૌરાંગે મને મારા પરિવારથી દૂર રાખી. શ્રધ્ધા વૉકરની જેમ મારી સાથે પણ એવુ જ થયુ. તેણે આગળ કહ્યુ- ગૌરાંગે મારો ફોન છીનવી લીધો હતો. હું સમજી શકી નહિ કે હું જેને પ્રેમ કરુ છુ તે વ્યક્તિ અચાનક મને કેમ મારવા લાગી છે.

મારા માતા-પિતાના જાનથી મારવાની ધમકી આપી
ફ્લોરાએ આગળ કહ્યુ- જ્યારે મે તેને છોડવાની વાત કરી તો ગૌરાંગે બધી હદો પાર કરી દીધી. ગૌરાંગે મને ધમકી આપી હતી કે જો મે તેને છોડવાનો પ્રયત્ન કર્યો તો તે મારા માતા-પિતાને મારી નાખશે. ફ્લોરા સૈનીએ વર્ષ 2007ની એ દર્દનાક રાતનો ઉલ્લેખ કર્યો અને કહ્યુ- એક રાત્રે ગૌરાંગે મને એટલી મારી કે મારા જડબા તૂટી ગયા. એણે એના પિતાનો ફોટો બતાવ્યો અને સમ ખાઈને કહ્યુ કે આજે તે મને મારી નાખશે.
માએ કહ્યુ હતુ - કપડા પહેર્યા છે કે નહિ એ પણ ના વિચારતી, બસ ભાગી જજે
ફ્લોરાએ કહ્યુ- જેવો એ તેના પિતાની તસવીર રાખવા માટે ફર્યો, મને મારી માતાના શબ્દો યાદ આવ્યા. મા કહેતી - આવુ કંઈ થાય તો ભાગી જજે. કપડા પહેર્યા છે કે નહિ, પૈસા છે કે નહિ એ પણ ના વિચારતી, બસ દોડવાનુ શરૂ કરી દેજે. ફ્લોરાએ આગળ કહ્યુ- તે પછી મે કશુ વિચાર્યુ નહિ, બસ મારા ઘરે ભાગી ગઈ અને ફરી ક્યારેય પાછુ વળીને જોયુ નહિ.

પરિવાર સાથે પોલીસ સ્ટેશન પહોંચી
ફ્લોરાએ કહ્યુ- પહેલા હું ખૂબ ડરી ગઈ હતી પરંતુ બાદમાં મે હિંમત બતાવી. હું મારા આખા પરિવાર સાથે ગૌરાંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચી હતી. પરંતુ પછી પોલીસે મારી ફરિયાદ નોંધવાને બદલે મારા એક્સ. પાર્ટનરને બોલાવ્યો. લાંબી લડાઈ બાદ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
