વાણી કપૂર પાછળ સનકી ફેન્સ પડ્યો, અભિનેત્રી પોલીસ સ્ટેશન પહોંચી
ફિલ્મ અભિનેત્રી વાણી કપૂર પાછળ કોઈ અજ્ઞાત વ્યક્તિ પાછળ પડ્યાનો મામલો સામે આવ્યો છે. વાણી કપૂર આ પીછો કરનાર વ્યક્તિથી એટલી બધી ગભરાઈ ગઈ કે તેનાથી પીછો છોડાવવા માટે તે પોલીસ સ્ટેશન પહોંચી ગઈ.
ફિલ્મ અભિનેત્રી વાણી કપૂર પાછળ કોઈ અજ્ઞાત વ્યક્તિ પાછળ પડ્યાનો મામલો સામે આવ્યો છે. વાણી કપૂર આ પીછો કરનાર વ્યક્તિથી એટલી બધી ગભરાઈ ગઈ કે તેનાથી પીછો છોડાવવા માટે તે પોલીસ સ્ટેશન પહોંચી ગઈ. મળતી જાણકારી અનુસાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા પછી વાણી સુરક્ષિત પોતાના ઘરે પહોંચી. ખરેખર જે સમયે વાણી પોતાની કારમાં જઈ રહી હતી ત્યારે તેના એક ફેન્સે તેનો પીછો કરવાનું ચાલુ કરી દીધું. જયારે વાણીને તેની ખબર પડી ત્યારે તેને પોતાના ડ્રાઈવરને ગાડીની સ્પીડ વધારવા માટે કહ્યું. તેમ છતાં સનકી ફેને વાણીનો પીછો છોડ્યો નહીં.
થોડા સમય પછી વાણી તેના સનકી ફેન્સથી પીછો છોડાવવા માટે સફળ રહી પરંતુ ત્યારપછી તે તેની કારની ખુબ જ નજીક આવી ગયો. આ સનકી ફેન્સ વાણી સાથે મળીને તેની સાથે વાત કરવા માંગતો હતો. વાણીની કાર જયારે વર્સોવા પહોંચી ત્યારે તે ઘણી ગભરાઈ ચુકી હતી. તેને બીક હતી કે તેનો સનકી ફેન તેના ઘર સુધી આવી જશે. તેને કારણે વાણી વર્સોવા પોલીસ સ્ટેશને પહોંચી અને તેના સનકી ફેન્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ત્યારપછી પોલીસે આ મામલે કાર્યવાહી કરવાની ખાતરી આપી.
મળતી જાણકારી અનુસાર વાણી કપૂરના સનકી ફેન્સનું નામ સમીર ખાન છે. પરંતુ હજુ સુધી તેના વિશે વિસ્તારથી જાણકારી નથી મળી શકી કે આખરે તે વાણી કપૂરનો પીછો કેમ કરી રહ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરી છે. પરંતુ હજુ સુધી આ વાતની પુષ્ટિ નથી થઇ શકી કે આ સનકી ફેન્સ વિરુદ્ધ શુ કાર્યવાહી કરવામાં આવી છે.

સુશાંત સિંહ રાજપૂત સાથે ડેબ્યૂ
વર્ષ 2013માં આવેલી ફિલ્મ 'શુદ્ધ દેશી રોમાન્સ'થી તેણે બોલવિૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેનો સપોર્ટિંગ રોલ હતો, જ્યારે પરિણિતી ચોપરા અને સુશાંત સિંહ રાજપૂત લીડ રોલમાં જોવા મળ્યાં હતા

ફિલ્મફેર એવોર્ડ
શુદ્ધ દેશી રોમાન્સ માટે વાણી કપૂરને બેસ્ટ ડેબ્યુનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

તમિલ ફિલ્મ
ત્યારબાદ વાણી કપૂર બેન્ડ બાજા બારાતના તમિલ વર્જન કલ્યાણમમાં જોવા મળી હતી.

ટીવીથી શરૂઆત
વાણી કપૂરે તેના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી. લાંબા સમય સુધી તેને મોડેલિંગ પણ કર્યું.

ફિલ્મો પહેલા નોકરી
ફિલ્મોમાં આવતા પહેલા વાણી કપૂરે ઓબેરોય હોટેલ્સમાં નોકરી પણ કરી છે.

વિવાદોથી દૂર
વાણી ખોટા વિવાદો અને ખોટી પબ્લિસિટીથી તે હંમેશા દૂર રહે છે. આથી એ વાતમાં કોઇ શંકા નથી કે તો મોડી-વહેલી બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થશે.

રણવીર સાથે હોટ ફોટોશૂટ
વાણીની બીજી હિંદી ફિલ્મ 'બેફિક્રે' પહેલાં તેના અને રણવીરના હોટ ફોટોશૂટની તસવીરોએ ખૂબ ચર્ચા જગાવી હતી. આ તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ પણ થઇ હતી.

યશરાજનો સાથ
મોડેલિંગ કરતા યશરાજે વાણી કપૂર પર પસંદગી ઉતારી અને તેની સાથે 3 ફિલ્મોનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો.

યશરાજ ફિલ્મ્સ સાથે કોન્ટ્રેક્ટ
વાણીએ 'શુદ્ધ દેસી રોમાન્સ' સાથે જ યશરાજ ફિલ્મ્સ સાથે ત્રણ ફિલ્મોના કોન્ટ્રાક્ટ કર્યો હતો. જેમાંની બે ફિલ્મો 'શુદ્ધ દેસી રોમાન્સ' અને 'બેફિક્રે' રિલીઝ થઇ ચૂકી છે. હવે યશરાજ સાથે વાણીની ત્રીજી ફિલ્મ કઈ હશે તે જોવાનું છે.

હોટ ફોટોશૂટ
વાણી કપૂર હંમેશા તેના હોટ ફોટોશૂટને કારણે ચર્ચામાં રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
