ફેરનેસ ક્રીમની 2 કરોડ રૂપિયાની એડને અભિનેત્રીએ ઠુકરાવી

દક્ષિણ ભારતની ફિલ્મોની ચર્ચિત અભિનેત્રી સાઈ પલ્લવી હાલમાં ચર્ચાનો વિષય બની છે. વાસ્તવમાં તેણે ફેરનેસ ક્રીમની 2 કરોડ રૂપિયાની ઑફરને ઠુકરાવી દીધી છે.

દક્ષિણ ભારતની ફિલ્મોની ચર્ચિત અભિનેત્રી સાઈ પલ્લવી હાલમાં ચર્ચાનો વિષય બની છે. વાસ્તવમાં તેણે ફેરનેસ ક્રીમની 2 કરોડ રૂપિયાની ઑફરને ઠુકરાવી દીધી છે. તેણે ફેરનેસ ક્રીમની એડ કરવાની મનાઈ કરી દીધી. કંપનીએ તેને ક્રીમનો પ્રચાર કરવા માટે બે કરોડ રૂપિયાનો પ્રસ્તાવ આપ્યો હતો પરંતુ પલ્લવીએ આના પ્રચારનો ઈનકાર કરી દીધો. આ વાતનો ખુલાસો પલ્લવીએ પોતે એક ઈન્ટવ્યુ દરમિયાન કર્યો છે.

saipallavi

પલ્લવીએ ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યુ કે તે ભારતીય છે અને તેનો રંગ બરાબર છે. વળી, ફેરનેસ ક્રીમના પ્રચાર વિશે તેણે કહ્યુ કે આનાથી મહિલાઓમાં ખોટો સંદેશ જાય છે. માટે તે આ રીતની ફેરનેસ ક્રીમના પ્રચારનો હિસ્સો નહિ બને. પલ્લવીએ કહ્યુ કે મારી બહેન ઘણી વાર બર્ગર ખાય છે અને તે મને હંમેશા ફરિયાદ કરે છે કે તે મારા જેટલી ગોરી નથી. જ્યારે પણ હું અને મારી બહેન અરીસા સામે ઉભા રહીએ છીએ તો મારી બહેન બંનેના ચહેરાની તુલના કરે છે.

પલ્લવીએ પોતાની બહેન સાથેના અનુભવ શેર કરતા કહ્યુ કે હું મારી બહેનને ફળ-શાકભાજી વગેરે ખાવા માટે કહુ છુ, તેને એ બિલકુલ પસંદ નથી. પરંતુ તેણે આમ કર્યુ કારણકે તેને ગોરા હોવુ પસંદ છે. પરંતુ મને એ જાણીને સારુ ન લાગ્યુ કારણકે તેણે આ બધુ ગોરા થવા માટે કર્યુ. અભિનેત્રીનું કહેવુ છે કે ગોરા થવા માટેની ક્રીમનો પ્રચાર કરવાથી મળતા પૈસા તેમના માટે મહત્વ નથી ધરાવતા. તે પોતાની ફિલ્મોમાં ખૂબ ઓછો મેકઅપ કરે છે. તમને જણાવી દઈએ કે પલ્લવીની પહેલી ફિલ્મ પ્રેમમ હતી. આ ઉપરાંત ફિલ્મ કાલીમાં તેને લોકોએ ખૂબ પસંદ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X