ટ્રેનમાં બાજુમાં બેઠેલી છોકરી સાથે જ પ્રેમ થઈ ગયો અને લગ્ન કરી લીધા, ફિલ્મી છે મિર્ઝાપુરના કાલીનભૈયાની લવ સ્ટો

બોલિવૂડમાં પંકજ ત્રિપાઠીની ગણતરી ઉત્તમ અભિનેતાઓમાં થાય છે. મિર્ઝાપુરના કાલીન ભૈયા અને ક્રિમિનલ જસ્ટિસ જેવી વેબ સિરિઝથી છવાયેલા પંકજ ત્રિપાઠીની લવ સ્ટોરી પુરી ફિલ્મી છે. આના વિશે તેમને ખુદ ખુલાસો કર્યો હતો.

બિહારથી બોલિવૂડના મોસ્ટ પોપ્યુલર અભિનેતા સુધી પહોંચવાની પંકજ ત્રિપાઠીની સફળ અનેક ઉતારચડાવમાંથી પસાર થઈ છે. ક્યારેક એક રૂપમમાં રહેતા પંકજ ત્રિપાઠીની લાઈફમાં તેમની પત્નીનો મોટો ફાળો છે. તેમની પત્નીએ ખંભા સાથે ખંભો મિલાવીને સથ આપ્યો છે.

Pankaj Tripathi

પંકજ ત્રિપાઠી પોતાની લવ સ્ટોરી વિશે ઘણી વખત વાત કરી ચુક્યા છે. તે જણાવે છે તે તેમની પત્ની મૃદુલા ત્રિપાઠીનો તેમને અહીં પહોંચવામાં મોટો ફાળો છે. પંકજ ત્રિપાઠીની લવસ્ટોરી અનોખી છે.

તેઓ જણાવે છે કે, તેમના જમાનામાં તે હૃદયને હાથમાં લઈને ફરતા. પરંતુ તે જેને પણ પોતાનો પ્રેમ વ્યક્ત કરતા તેમને લગ્ન કરવા માટે પુછતા હતા. કૌન બનેગા કરોડપતિમાં પંકજ ત્રિપાઠીએ પોતાની લવ સ્ટોરી વિશે વાત કરી હતી.

પંકજ ત્રિપાઠીએ જણાવ્યુ કે, એકવાર હું ટ્રેનમાં અપર બર્થ પર બેસીને મુસાફરી કરી રહ્યો હતો અને મને નીચે બાજુની બર્થ પર એક છોકરી બેઠેલી જોવા મળી. તે મને સારી લાગતી હતી. હું નીચે ઉતરતો અને તેને વારંવાર પૂછી રહ્યો હતો કે કોઈ સમસ્યા તો નથી ને?

જો કે છોકરીને કોઈ સમસ્યા નહોતી પરંતુ સામે બેઠેલા અંકલ સમજી ગયા અને તેને પુછી લીધુ કે તને કોઈ તકલીફ છે કે તું વારંવાર નીચે ઉતરે છે. મેં કહ્યું કે મને આ છોકરી પસંદ છે. કાકાએ કહ્યું કે તમારા બંનેની જોડી સારી છે. જો કે આ દરમિયાન બન્ને એકબીજાને ઓળખતા પણ નહોતા.

પંકજ ત્રિપાઠી જણાવે છે કે આ સમયે તેમની પાસે પૈસા પણ નહોતા. થોડા સમયમાં જ બંનેની લવ સ્ટોરી આગળ વધી અને બન્ને પ્રેમપત્રો લખીને પોતાના દિલની વાત કહેતા રહ્યા. તે સમયે ફોન નહોતા.

આગળ જતા બંનેએ લગ્ન કરી લીધા. આજે તે જે સ્થાન પર છે તે સ્થાન બનાવવું કોઈપણ અભિનેતા માટે સરળ કામ નથી. પરંતુ તેની સફરમાં તેની લાઈફ પાર્ટનર મૃદુલાએ મહત્વની ભૂમિકા ભજવી છે. મૃદુલા એ મહિલા છે જે તેના પતિની સફળતાની અસલી હીરો છે.

જણાવી દઈએ કે, પંકજ ત્રિપાઠીએ ઓમકારા, ગુંજન સક્સેના, દબંગ 2, ફુકરે, સિંઘમ રિટર્ન્સ, બરેલી કી બરફી, ન્યૂટન અને લુડો જેવી સફળ ફિલ્મો આપી છે. તેમને તેમની વેબ સિરિઝ મિર્ઝાપુરમાં કાલીન ભૈયાનું પાત્ર ભજવીને મોટી ઓળખ મળી. આજે પણ લોકો તેને કલીન ભૈયાના નામથી જ ઓળખે છે. ક્રિમિનલ જસ્ટિસમાં તેમના શાનદાર અભિનયને સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે ટૂંક સમયમાં તે OMG 2માં જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X