Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

3 વર્ષની ઉંમરે થયુ યૌન શોષણ, બૉલિવુડમાં પણ કર્યો કાસ્ટીંગ કાઉચનો સામનોઃ ફાતિમા સના શેખ

ફાતિમા સના શેખે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે તેની સાથે ત્રણ વર્ષની ઉંમરમાં જ યૌન શોષણ થયુ હતુ.

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી ફાતિમા સના શેખે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે તેની સાથે ત્રણ વર્ષની ઉંમરમાં જ યૌન શોષણ થયુ હતુ. ત્યારબાદ બૉલિવુડમાં સંઘર્ષના દિવસોમાં તેને કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો. તેને કહેવામાં આવતુ હતુ કે અહીં કામ મેળવવાની આ એક જ રીત છે - પહેલા શારીરિક સંબંધ બનાવવો. જો કે ફાતિમા સના શેખનુ કહેવુ છે કે હવે સમય અને દ્રષ્ટિકોણ બદલાઈ ચૂક્યો છે. પરંતુ પહેલા આ વિશે કોઈ વાત કરવામાં નહોતી આવતી. કહી દેવામાં આવતુ હતુ કે ચૂપ રહો. યૌન શોષણનો શિકાર મહિલાઓ પર જ કલંક લગાવી દેવામાં આવતુ હતુ.

મને કહેવામાં આવ્યુ હતુ કે હું સુંદર નથી

મને કહેવામાં આવ્યુ હતુ કે હું સુંદર નથી

ફાતિમા સના શેખે ઈન્ડસ્ટ્રીના સુંદરતાના દ્રષ્ટિકોણ પર પણ વાત કરીને જણાવ્યુ કે મને કહેવામાં આવ્યુ હતુ કે હું સુંદર નથી. કેટરીના-કરીના જેવી નથી દેખાતી માટે મને કોઈ કામ નહિ આપે. ઈન્ડસ્ટ્રીમાં સુંદરતાના માપ નક્કી હતા તેમાં હું ફિટ નથી બેસતી. ઉલ્લેખનીય છે કે ફાતિમાએ ઈન્ડસ્ટ્રીમાં ઘણો સંઘર્ષ કર્યો છે. આજે તે પોતાના દમ પર પોતાની ઓળખ બનાવી ચૂકી છે.

ચાઈલ્ડ આર્ટિસ્ટ ફાતિમા

ચાઈલ્ડ આર્ટિસ્ટ ફાતિમા

ફાતિમા સના શેખે પોતાના કરિયરની શરૂઆત એક ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. કમલ હાસનની ફિલ્મ ચાચી 420માં તે તબ્બુ અને કમલ હાસનની દીકરીની ભૂમિકામાં દેખાઈ હતી.

ખૂબ સંઘર્ષ કર્યો

ખૂબ સંઘર્ષ કર્યો

આમિર ખાનની ફિલ્મ દંગલમાં ગીતા ફોગાટની ભૂમિકા નિભાવતા પહેલા ફાતિમા સના શેખે ઘણો સંઘર્ષ કર્યો. ભલે તેણે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યુ હોય પરંતુ તેમછતાં તેને પોતાનો બ્રેક મળતા પહેલા ઘણા બધા રિજેક્શન સહન કરવા પડ્યા.

સાન્યા સાથે મળી ઓળખ

સાન્યા સાથે મળી ઓળખ

દંગલમાં ગીતા ફોગાટની ભૂમિકા નિભાવ્યા બાદ ફાતિમા સના શેખને પોતાની ઑન સ્ક્રીન બહેન સાન્યા મલ્હોત્રા સાથે ઘણી ઓળખ મળી. બંને દંગલ સિસ્ટર્સના નામથી ઓળખાવા લાગ્યા અને બંને સાથે અમુક જાહેરાતોમાં પણ દેખાયા જેમાં કિટકેટની જાહેરાત મુખ્ય હતી.

પહેલા જ થઈ ચૂક્યુ છે ડેબ્યુ

પહેલા જ થઈ ચૂક્યુ છે ડેબ્યુ

ઘણા ઓછા લોકો જાણે છે કે દંગલ ફાતિમા સના શેખનુ ફિલ્મ ડેબ્યુ નહોતુ. આ પહેલા તે અમુક ફિલ્મોમાં સપોર્ટિંગ ભૂમિકાઓમાં જોવા મળી ચૂકી છે. આમાં કાર્તિક આર્યન-નુશરત ભરુચા સ્ટારર લવ રંજનની ફિલ્મ આકાશવાણી મુખ્ય હતી.

ટીવી પર કર્યો સંઘર્ષ

ટીવી પર કર્યો સંઘર્ષ

ફાતિમા સના શેખ એ સ્ટાર્સમાંની છે જેણે ટીવી પર પણ સંઘર્ષ કર્યો છે. ટીવી પર કામ કરવા દરમિયાન પણ ફાતિમાએ અમુક સીરિયલોમાં સપોર્ટીંગ ભૂમિકાઓ ભજવી. સૌથી પહેલા સોની ટીવીની સીરિયલ લેડીઝ સ્પેશિયલમાં દેખાઈ હતી. ટીવી પર ફાતિમાને ઝી ટીવીની સીરિયલ અગલે જનમ મોહે બિટિયા હી કીજો સાથે મળી. હાલમાં ફાતિમા અનુરાગ બાસુની ફિલ્મ લુડોમાં રાજકુમાર રાવ સાથે અને અભિષેક શર્માની સૂરજ પે મંગલ ભારીમાં દિલજીત દોસાન્જ અને મનોજ બાજપેયી સાથે દેખાવાની છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X