બૉલિવુડના જાણીતા એક્ટર શાહનવાઝ પ્રધાનનુ હાર્ટ એટેકથી નિધન, પાર્ટી વચ્ચે તબિયત થઈ હતી ખરાબ
એક્ટર શાહનવાઝ પ્રધાનનુ અચાનક હાર્ટ એટેક આવવાથી 56 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. મીડિયા રિપોર્ટ મુજબ તે કોઈ ફંક્શનમાં ગયા હતા, જ્યા અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો.
Shahnawaz Pradhan Passed Away: હિન્દી ફિલ્મો, ટીવી સીરિયલ્સ અને વેબ શોમાં પોતાના અભિનયથી લોકોનુ મનોરંજન કરનાર એક્ટર શાહનવાઝ પ્રધાનનુ અચાનક હાર્ટ એટેક આવવાથી 56 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. મીડિયા રિપોર્ટ મુજબ તે કોઈ ફંક્શનમાં ગયા હતા ત્યારે તેમના છાતીમાં તીવ્ર દુઃખાવો થયો અને તે અચાનક જ બેભાન થઈને જમીન પર પડી ગયા. તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા.

શાહનવાઝ પ્રધાનના અચાનક નિધનના સમાચાર આવતા જ ફિલ્મી દુનિયામાં સહુ કોઈ આઘાતમાં છે. ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા લોકો હાલમાં સોશિયલ મીડિયા પર શાહનવાઝને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને તેમની યાદોને તાજી કરી રહ્યા છે. શાહનવાઝ સાથે વેબ સિરીઝ 'મિર્ઝાપુર'માં કામ કરનાર પ્રખ્યાત અભિનેતા રાજેશ તૈલંગે સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતા લખ્યુ છે, 'શાહનવાઝ ભાઈને છેલ્લી સલામ!!! તમે કેવા અદ્ભુત માનવી અને કેવા અદ્ભુત અભિનેતા હતા. હું વિશ્વાસ નથી કરી શકતો કે મિર્ઝાપુર દરમિયાન આપણે સાથે કેટલો સુંદર સમય પસાર કર્યો હતો.'
આમિર ખાનની 'લગાન'માં લાખાનુ પાત્ર ભજવનાર એક્ટર યશપાલ શર્માએ લખ્યુ છે, 'આજે મુંબઈમાં આ કાર્યક્રમમાં હાજરી આપી હતી, બધુ બરાબર ચાલી રહ્યુ હતુ, પણ તમને અચાનક શું થઈ ગયુ.' તમને જણાવી દઈએ કે દિવંગત અભિનેતા શાહનવાઝ પ્રધાનનો જન્મ 6 ડિસેમ્બર 1963ના રોજ ઓડિશામાં થયો હતો. જ્યારે તેઓ 7 વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર રાયપુર શિફ્ટ થઈ ગયો હતો. તેમણે 7માં ધોરણમાં પ્રથમ વખત સ્ટેજ પર પરફોર્મ કર્યુ અને ત્યારથી જ તેમનો અભિનયમાં રસ વધ્યો. તેઓ સ્નાતક થયા અને કૉલેજમાં જ સ્થાનિક નાટક જૂથમાં જોડાયા અને નાટક કરવાનુ શરૂ કર્યુ.
વર્ષ 1991માં શાહનવાઝ એક્ટિંગમાં કરિયર બનાવવા માટે મુંબઈ શિફ્ટ થઈ ગયા. તેમણે ટીવી શો 'જન સે જનતંત્ર તક'થી ડેબ્યૂ કર્યુ હતુ. તેમણે સીરિયલ 'શ્રી કૃષ્ણ'માં 'નંદ બાબા'નુ મજબૂત પાત્ર પણ ભજવ્યુ હતુ. તે પ્રખ્યાત ટીવી શો 'અલિફ લૈલા'માં 'સિંદબાદ ધ સેઇલર'ના રોલમાં પણ જોવા મળ્યા હતા. શાહનવાઝે માત્ર ટીવી સીરિયલોમાં જ નહિ પરંતુ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તે 'બંગીસ્તાન', શાહરૂખ ખાનની 'રઈસ', એમએસ ધોનીની બાયોપિક અને પ્રખ્યાત વેબ સીરિઝ 'મિર્ઝાપુર'માં પણ જોવા મળ્યા હતા.












Click it and Unblock the Notifications
