એક લડકી કો દેખાની સ્ક્રીપ્ટ ઓસ્કાર લાયબ્રેરીમાં મૂકાશે
એક લડકી કો દેખા તો ઐસા લગાની સ્ક્રીપ્ટ જગવિખ્યાત ઓસ્કાર લાયબ્રેરીમાં મૂકાશે એવી માહિતી મળી છે.
સિનિયર અભિનેતા અનિલ કપૂરને એની પુત્રી નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી સોનમ કપૂર સાથે ચમકાવતી ફિલ્મ એક લડકી કો દેખા તો ઐસા લગાની સ્ક્રીપ્ટ જગવિખ્યાત ઓસ્કાર લાયબ્રેરીમાં મૂકાશે એવી માહિતી મળી છે.

ધી એકેડેમી ઑફ મોશન પિક્ચર આર્ટ એન્ડ સાયન્સીઝ તરફથી આ ફિલ્મની સ્ક્રીપ્ટની નકલ માગવામાં આવી હોવાનું મિડિયાને જણાવવામાં આવ્યું હતું. બોલિવૂડની અન્ય એક ફિલ્મ સંજુની સ્ક્રીપ્ટ પણ ઓસ્કાર લાયબ્રેરીએ માગી હોવાનું કહેવાય છે. સંજુ ફિલ્મ સિનિયર અભિનેતા સંજય દત્તની બાયો-ફિલ્મ હતી જે રાજકુમાર હીરાણીએ બનાવી હતી અને એમાં રણબીર કપૂરે સંજય દત્તનો રોલ કર્યો હતો.
દુનિયાભરની ઉત્તમોત્તમ ફિલ્મોની સ્ક્રીપ્ટ ઓસ્કાર લાયબ્રેરીમાં રાખવામાં આવે છે. મનોરંજન ઉદ્યોગનો અભ્યાસ કરનાર સ્ટુડન્ટ ઉપરાંત ફિલ્મ સર્જકો અને લેખકોને આ લાયબ્રેરીમાં કોઇ પણ ફિલ્મની સ્ક્રીપ્ટનો અભ્યાસ કરવાની તક મળે છે.
શેલી ધર ચોપરાના નિર્દેશનમાં બનેલી 'એક લડકી કો દેખા તો એસા લગા' ફિલ્મમાં સોનમ કપૂર અને અનિલ કપૂર સહીત રાજકુમાર રાવ અને જુહી ચાવલા લીડ રોલમાં છે. આ ફિલ્મનું બજેટ લગભગ 30 કરોડ થી 35 કરોડ વચ્ચે બતાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: ઝાંસીની રાણી મારી કાકી છે શું? મણિકર્ણિકા અંગે બોલિવુડ પર ભડકી કંગના રનોત












Click it and Unblock the Notifications
