રશ્મિકા મંદાનાવાળા ડીપફેક વીડિયો કેસમાં દિલ્લી પોલીસે નોંધી FIR, કઈ-કઈ લાગી કલમો?

Rashmika Mandanna Deepfake Video Case FIR: દિલ્હી પોલીસે અભિનેત્રી રશ્મિકા મંદાના ડીપફેક વીડિયો કેસમાં FIR નોંધી છે. દિલ્હી પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે રશ્મિકા મંદાના ડીપફેક AI-જનરેટેડ વીડિયોના સંબંધમાં સ્પેશિયલ સેલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

દિલ્હી પોલીસે સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે. દિલ્હી પોલીસે કહ્યું કે, "તપાસ શરૂ કરી દેવામાં આવી છે."

Rashmika Mandanna

રશ્મિકા મંદાના ડીપફેક AI-જનરેટેડ વીડિયોના સંબંધમાં, PS સ્પેશિયલ સેલ હેઠળ IPC, 1860ની કલમ 465 અને 469 અને IT એક્ટ, 2000ની કલમ 66C અને 66E હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અગાઉ, દિલ્હીના મહિલા આયોગે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રશ્મિકા મંદાના ડીપ ફેક વીડિયોને વ્યાપકપણે સર્ક્યુલેટ કર્યા પછી કાર્યવાહીની માંગ કરી હતી.

દિલ્હી મહિલા આયોગે રશ્મિકા મંદાના ડીપફેક વીડિયોની જાતે જ નોંધ લીધી છે. પંચે એફઆઈઆર નોંધી ધરપકડની માંગ કરી છે. આ કેસમાં આરોપીઓની વિગતો સાથે એફઆઈઆરની નકલ પણ 17 નવેમ્બર સુધીમાં માંગવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની કલમ 66Dને ટાંકીને સરકારી સલાહમાં કહેવામાં આવ્યું છે કે, "કોઈપણ કોમ્યુનિકેશન ડિવાઈસ અથવા કોમ્પ્યુટર રિસોર્સ દ્વારા છેતરપિંડી કરનારને એક વર્ષ સુધીની જેલની સજા કરવામાં આવશે જેને એક વર્ષથી 3 વર્ષ સુધી વધારવામાં આવી શકે છે. આ કેસમાં દંડ પણ થઈ શકે છે, જે એક લાખ રુપિયા સુધી વધારવામાં આવી શકે છે. કલમ 66D 'કમ્પ્યુટર સંસાધનનો ઉપયોગ કરીને છેતરપિંડી માટે સજા' સાથે સંબંધિત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X