Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આઈસીએફએફને હોસ્ટ કરશે છોટા પૅકેટ દર્શીલ-સલોની!

મુંબઈ, 8 નવેમ્બર : બૉલીવુડ તથા ટેલીવિઝન જગતમાં છોટા પૅકેટ નામે જાણીતા દર્શીલ સફારી તેમજ સલોની દાઇની હવે એક મોટી સેલિબ્રિટી તરીકે પ્રસિદ્ધ થઈ ચુક્યાં છે. એટલે જ તો બંનેને આંતરરાષ્ટ્રીય બાળ ફિલ્મ મહોત્સવ એટલે કે આઈસીએફએફની 18મી આવૃત્તિની યજમાની કરવાની તક મળી છે. બંને બાળ કલાકારો પોતાની આ ઉપલબ્ધિ અંગે બહુ વધારે ખુશ છે.

darsheel-saloni
નોંધનીય છે કે આઈસીએફએફનો શુભારંભ હૈદરાબાદ ખાતે અભિનેતા રણબીર કપૂર દ્વારા કરવામાં આવશે, તો બીજી બાજુ સલમાન ખાન એક દૃશ્ય-શ્રાવ્ય વ્યાખ્યાન વડે પોતાનો ટેકો આપશે. ફિલ્મ સમારંઙની આયોજન મંડળી તરફથી કહેવાયું છે કે તાજેતરમાં જ સલમાન ખાન અને રણબીર કપૂર બાળ ફિલ્મ ચિલ્લર પાર્ટીનો ભાગ બન્યા હતાં. આ ફિલ્મ યુવા દર્શકો વચ્ચે પણ સફળ રહી હતી. તેથી જાગૃતિના પ્રસાર માટે અમે પોતાના મહોત્સવમાં આ અભિનેતાઓને જોડવાનો નિર્ણય કર્યો. આ વર્ષે આઈસીએફએફમાં 48 દેશોની 200 ફિલ્મો દર્શાવવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય બાળ ફિલ્મ મહોત્સવ દરમિયાન દર્શાવવામાં આવનાર ફિલ્મોમાં જાપાની ફિલ્મ 7 ડેઝ ઑફ હિમ્માવરી એન્ડ હર પપીઝ, ઈરાની ફિલ્મ ગુડ્સ ફેલોઝ તથા ડેન્માર્કની ફિલ્મ ધ ગ્રેટ બ્રડ ચેઝનો સમાવેશ થાય છે. બારતીય ફિલ્મો ફેનડ્રાઈ, ધ ફાયર ફ્લાઇઝ તથા વાઇલ્ડ બેરીઝ તેમજ અન્યનો સમાવેશ થાય છે. એટલુ જ નહીં આ સમારંભમાં દેશની જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની બાળ ફિલ્મો પણ દર્શાવવામાં આવશે અને દેશ-વિદેશના બાળ કલાકારો આ મહોત્સવનો ભાગ બનશે. સમારંભ બાળ દિવસ એટલે કે 14મી નવેમ્બરના રોજ શરૂ થનાર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X