Chandrayaan 3 ફિલ્મ બનાવવાની જાહેરાત, મિશન મંગલના ડિરેક્ટર ફિલ્મ બનાવશે
એક તરફ ચંદ્રયાન 3ની સફળતાની દુનિયાભરમાં ઉજણવી થઈ રહી છે ત્યારે બોલિવૂડમાંથી એક સારા સમાચાર સામે આવ્યા છે. મિશન મંગલ બનાવનારા ડિરેક્ટરે ચંદ્રયાન 3 પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.
અહેવાલો અનુસાર, બહુ જલ્દી સિનેમાઘરોમાં ચંદ્રયાન 3 ની સફળતાની કહાની મોટા પડદે જોવા મળી શકે છે. આ જાણકારી ફિલ્મ મિશન મંગલ બનાવનારા જગન શક્તિએ આપી છે. એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે ચંદ્રયાનની સફળતા પર ખુશી વ્યક્ત કરતા આ વાતના સંકેત આપ્યા છે. ફિલ્મ બનાવવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તે આ તકને જવા દેવા માંગતા નથી.

જગન શક્તિએ આગળ કહ્યું કે, ચંદ્રયાન 3 ફિલ્મમાં માત્ર મિશન મંગલની ટીમને જ કાસ્ટ કરશે. તેમણે કહ્યું કે, હું મિશન મંગલની ટીમ સાથે ચંદ્રયાન 3 પર ફિલ્મ બનાવીશ. જો કે આ ફિલ્મમાં કોણ શું ભૂમિકા ભજવશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. સાથે જ તેમણે ફિલ્મમાં અક્ષય કુમારના કામ વિશે કોઈ માહિતી આપી નથી.
જણાવી દઈએ કે, 2019માં રિલીઝ થયેલી ફિલ્મ મિશન મંગલ બોક્સ ઓફિસ પર સુપર હિટ રહી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિંહા, કીર્તિ કુલહરી, નીતિ મેનન અને શરમન જોશી જેવા સ્ટાર જોવા મળ્યા હતા. હવે જગન શક્તિની આ જાહેરાત બાદ તે અક્ષય કુમારને કયા રોલ માટે કાસ્ટ કરે છે તે ફિલ્મને લઈને સમાચાર આવશે ત્યારે જ ખબર પડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
