જાણીતા ફેશન ડિઝાઈનર વેંડેલ રૉડ્રિક્સનુ નિધન, દીપિકા માટે ડિઝાઈન કર્યા હતા કપડા
જાણીતા ફેશન ડિઝાઈનર વેંડેલ રૉડ્રિક્સનુ 59 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. બુધવારે તેમણે ગોવાના પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા.
જાણીતા ફેશન ડિઝાઈનર વેંડેલ રૉડ્રિક્સનુ 59 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. બુધવારે તેમણે ગોવાના પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા. કહેવામાં આવી રહ્યુ છે કે રૉડ્રિક્સનુ નિધન હાર્ટ એટેકના કારણે થયુ છે. રૉડ્રિક્સ બોલિવુડની ઘણી હસ્તીઓના ફેશન ડિઝાઈનર રહ્યા છે. તેમના આકસ્મિક નિધનથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના તેમના દોસ્તોમાં શોક વ્યાપી ગયો છે અને બધા ટ્વિટ કરીને પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી રહ્યા છે.
|
કૉસ્ચ્યુમ મ્યૂઝિયમ પર કરી રહ્યા હતા કામ
વેંડેલે પોતાના નિધનના ત્રણ દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર પોતાના પેજ પર જણાવ્યુ હતુ કે કઈ રીતે તે ગોવામાં પોતાના કૉસ્ચ્યુમ મ્યૂઝિયમ પર કામ કરી રહ્યા છે. તેમણે લખ્યુ હતુ, ‘ફાઈનલ પ્લાસ્ટરિંગ પર કામ ચાલુ છે.' વેંડેલ રૉડ્રિક્સા મ્યૂઝિયનુ નામ મોડા ગોવા મ્યૂઝિયમ છે અને આ ભારતનુ પહેલુ કૉસ્ચ્યુમ મ્યૂઝિયમ હશે. 450 વર્ષ જૂના ગોવાના એક પારંપરિક બંગલામાં આ મ્યૂઝિયમ પર કામ ચાલુ છે. વર્ષ 2014માં રૉડ્રિક્સનો પદ્મશ્રી સમ્માનથી નવાજવામાં આવ્યા હતા.

સ્મૃતિ ઈરાનીએ વ્યક્ત કર્યો અફસોસ
મહિલા અને બાળ વિકાસ અને હેન્ડલુમ ટેક્સટાઈલ મિનિસ્ટર સ્મૃતિ ઈરાનીએ ટ્વિટર પર રૉડ્રિક્સના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે લખ્યુ, ‘વેંડેલ રૉડ્રિક્સ કે જે ભારતના જાણીતા ડિઝાઈનર્સમાંના એક હતા, તેમના આકસ્મિક નિધનના સમાચારથી હેરાન છુ. તેમના પોતાનાઓ માટે સંવેદનાઓ. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.' ગોવાના ચીફ મિનિસ્ટર પ્રમોદ સાવંતે પણ ટ્વિટ કરીને વેંડલના નિધન પર અફસોસ વ્યક્ત કર્યો છે. ફિલ્મમેકર ઓનીરે પણ વેંડલના આકસ્મિક મૃત્યુને દિલ તોડનારા સમાચાર ગણાવ્યા છે.
મલાઈકા અરોરાને આપી તક
વેંડર બોલિવુડના ઘણા સેલિબ્રિટીઝની ઘણા નજીક હતા. અનુષ્કા શર્મા, મલાઈકા અરોરા, અર્જૂન રામપાલ, નેહા ધૂપિયા, સોફી ચૌધરી, ડાયના પેંટી, ઈશા ગુપ્તા જેવા ઘણા એક્ટર્સ અને મૉડલ્સે તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે. વેંડેલને મલાઈકા અરોરાનુ કરિયર બનાવવાનુ શ્રેય આપવામાં આવે છે. મલાઈકા તેમને પોતાના નજીકના દોસ્ત માનતી હતી. દોસ્તના જવા પર મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર તેમના સાથે કામ કરતો એક ફોટો શેર કર્યો. આ ફોટો શેર કરીને મલાઈકાએ લખ્યુ, ‘ફેશનના માસ્ટર, ભગવાન તમને શાંતિ આપે અમારા પ્યારા વેંડલ. હું પહેલા બેસીને બહુ રડી અને પછી એકલામાં તમારી સાથે વિતાવેલી પળ અને યાદોને વિચારીને બહુ હસી.'
|
અનુષ્કા શર્માએ કર્યા યાદ
અભિનેત્રી અનુષ્કા શર્માએ પણ વેંડેલ સાથે વિતાવેલા દિવસોની યાદો તાજી કરી જ્યારે તેણે પહેલી વાર રેમ્પ વૉક કર્યુ હતુ. અનુષ્કાએ લખ્યુ છે, ‘હું ન્યૂઝીલેન્ડમાં વેંડલના જવાના સમાચાર સાથે ઠી. તે ફેશનના સૌથી આઈકૉનિક અને અસલી ડિઝાઈનરમાંના એક હતુ અને અલજીબીટી રાઈટ્સના ચેમ્પિયન હતા. તેમણે મને મુંબઈમાં પોતાના ફેશન વીકની શો સ્ટૉપર બનવાની તક આપી હતી. તેમના કારણે જ મને માત્ર 18 વર્ષની ઉંમરમાં બેંગલોરથી મુંબઈ આવીને મૉડલિંગ કરવાનો આત્મવિશ્વાસ મળ્યો હતો. ભગવાન તમારી આત્માને શાંતિ આપે વેંડલ.' ઘણા ઓછા લોકોને ખબર છે કે વેંડલ ગે રાઈટ્સના સમર્થક હતા અને ઘણીવાર આવા મુદ્દાઓ માટે અવાજ ઉઠાવતા હતા.

દીપિકાને અપાવી તેમની પહેલી ફિલ્મ
કહેવાય છે કે વેંડલના કારણે જ દીપિકા પાદુકોણને તેની પહેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમ મળી શકી હતી. વેંડેલે પોતાની બેસ્ટ ફ્રેન્ડ મલાઈકા અરોરા સામે ફિલ્મ માટે દીપિકાના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. મલાઈકાએ ફરાહ ખાન કે જે ફિલ્મના નિર્દેશક હતા તેમને લીડ એક્ટ્રેસ માટે દીપિકાનુ નામ સૂચવ્યુ હતુ. ત્યારબાદ જે પણ થયુ તે આજે ઈતિહાસ છે. પહેલી જ ફિલ્મથી છવાઈ જનારી દીપિકા પાદુકોણ આજે બોલિવુડની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી બની ગઈ છે.
|
પ્રિયંકા ચોપડાના ડ્રેસવાળો વિવાદ
થોડા દિવસો પહેલા જ વેંડેલ રૉડ્રિક્સ પ્રિયંકા ચોપડા પર પોતાના એક ટ્વિટના કારણે ટીકાઓમાં ઘેરાઈ ગયા હતા. ગ્રેમી અવૉર્ડ સમારંભમાં પ્રિયંકા ચોપડાએ રૉલ્ફ એન્ડ રુસોનુ જે ગાઉન પહેર્યુ હતુ, તેની વેંડેલે ખૂબ ટીકા કરી હતી. વેંડેલ પોતાની એક પોસ્ટમાં લખ્યુ હતુ, દરેક કૉસ્ચ્યુમને પહેરવાની એક ઉંમર હોય છે. ત્યારબાદ વેંડેલને ઘણા ટ્રોલ કરવામાં આવ્યા હતા અને તેમને સુચિત્રા કૃષ્ણમૂર્તિ સહિત ઘણા લોકોએ પ્રિયંકાની ટીકા કરવા પર ખરુ-ખોટુ કહ્યુ હતુ. વેંડેલ એક વાર કાન્સ સમારંભમાં ખુલ્લેઆમ ઐશ્વર્યા રાયના ડિઝાઈનરને પણ આકરા શબ્દો કહી ચૂક્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
