Cannes Film Festival : ગળામાં ગરોળી લપેટીને રેડ કાર્પેટ પર ઉતરી ઉર્વર્શી રૌતેલા, ટ્રોલ્સે ખરી ખોટી સંભળાવી દીધ
દુનિયામાં હાલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ધમાલ ચાલી રહી છે. કાન્સ માટે બોલિવૂડની હસીનાઓ પણ ફ્રાન્સ પહોંચી ગઈ છે. આ વખતે ભારત તરફથી સારા અલી ખાન, એશા ગુપ્તા, માનુષી છિલ્લર અને ઉર્વશી રૌતેલા રેડ કાર્પેટ પર ઉતરી છે.

બોલિવૂડની હસીનાઓ અહીં રેડ કાર્પેટ પર છવાઈ રહી છે. બીજી વખત કાન્સ પહોંચેલી ઉર્વશી રૌતેલા આ વખતે સૌથી વધુ ચર્ચામાં છે. અહીં ઉર્વશી પિંક ખુબસૂરત લેયર્ડ ગાઉનમાં જોવા મળી હતી. જો કે હવે તેના ગાઉન કરતાં ગળામાં જોવા મળેલા વિચિત્ર નેકલેસની ખુબ ચર્ચા થઈ રહી છે.
આના કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલના નિશાને ચડી છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઉર્વશી રૌતેલા પોતાની ગ્લેમરસ અદાઓથી ફેન્સને ઘાયલ કરતી જોવા મળી હતી. અભિનેત્રી ગુલાબી ગાઉનમાં રેડ કાર્પેટ પર ખૂબસૂરત ડોલ લાગતી હતી. અહીં તેની સુંદરતાની ખુબ ચર્ચાઓ થઈ રહી છે. જો કે તેના નેકલેશને કારણે તેને ઘણુ સાંભળવુ પડી રહ્યું છે.
ઉર્વશી રૌતેલાનો નેકપીસ ગરોળી જેવો દેખાતો હતો. હવે સોશિયલ મીડિયા યુઝર્સ તેને આ વાત પર જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ગરદન પર પડેલી ગરોળી જીવિત થઈ જશે તો ફોટોશૂટ છોડીને દોડવુ પડશે.
અહીં તમને જણાવી દઈએ કે, ઉર્વશી રૌતેલા સતત ચર્ચામાં રહે છે. ભારતીય ક્રિકેટર ઋષભ પંતના કારણે તે કાયમ ટ્રોલ્સના નિશાને રહે છે. તેના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તે ટૂંક સમયમાં કરણ જોહરની આગામી ફિલ્મમાં જોવા મળશે. અભિનેત્રીએ આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સને આપી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
