Cannes Film Festival 2023: બોલ્ડ અંદાજમાં ઈશા ગુપ્તાએ કાન્સમાં આ રીતે કર્યુ ડેબ્યુ, જુઓ Video
Esha Gupta at Cannes Film Festival 2023: કાન્સની રેડ કાર્પેટ બૉલિવુડ અભિનેત્રી ઈશા ગુપ્તાએ 16મી મેના રોજ પર ધૂમ મચાવી હતી. અત્યંત બોલ્ડ અને સનસનાટીભર્યા ફેશન માટે જાણીતી, ઈશા ગુપ્તા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023ની ઓપનિંગ સેરેમનીમાં ગુલાબી હાઈ-સ્લિટ ગાઉનમાં ખૂબસૂરત દેખાઈ રહી હતી.
વિશ્વના સૌથી ગ્લેમરસ રેડ કાર્પેટ પર ઈશાએ ડિઝાઇનર નિકોલસ જેબ્રાનનો રોમેન્ટિક આઈવરી પિંક ગાઉન પહેર્યુ હતુ. બ્રાલેસ ફ્લોઈ ગાઉનમાં સુપર-હાઈ સ્લિટ હતું જે અભિનેત્રીની કમર સુધી જતુ હતુ.

આ સુપર-હાઈ સ્લિટ એટલુ ઊંચુ હતુ કે ઈશા ઉપ્સ મોમેન્ટનો શિકાર થતા બચી ગઈ. એવુ લાગી રહ્યુ હતુ કે ઈશા તેના અન્ડરગાર્મેન્ટ્સ પહેરવાનુ ભૂલી ગઈ છે. ડેલિકેટ વ્હાઈટ ફ્લોરલ એક્સેંટથી સજેલી નેકલાઈન તેના કૉલરવાળા ગાઉન સાથે ખૂબ જ બોલ્ડ હોવા સાથે સુંદર પણ લાગી રહી હતી.
તેના દેખાવનો નરમ રોમેન્ટિક ટોન જાળવી રાખવા માટે અભિનેત્રીએ તેના મેકઅપ સાથે પોતાને મિનિમલ લુક આપ્યો હતો. સૉફ્ટ પિંક બ્લશ, ન્યૂડ લિપ્સ અને હળવા આઈ ગ્લેમ સાથે તેણે પોતાની નેચરલ બ્યૂટી પર વધુ ફોકસ કર્યુ.
ઈશા ગુપ્તાએ પોતાના વાળને એક લો બનમાં બાંધીને પોતાના ચહેરોને સાઈડ ફ્રેમ કરી દીધો. તેણે કાનની રેડ કાર્પેટ પર તેનો પહેલો લુક પૂર્ણ કરવા માટે શાઈનિંગ ઝુમકા, સ્ટેટમેન્ટ રિંગ અને શાઈનિંગ હીલ્સની જોડી સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો.
તમને જણાવી દઈએ કે, કાન્સ 2023માં ભાગ લેતા પહેલા ઈશા ગુપ્તાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં ઈશાએ આ ઈવેન્ટ માટે તમામનો આભાર માન્યો હતો. ઈશાએ કહ્યું, હું કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં અહીં આવીને ખૂબ જ ખુશ છું. હું અહીં ભારત સરકારના પ્રતિનિધિમંડળનો ભાગ છુ. આ અવસર પર, હું વૈશ્વિક મંચ પર મને આ તક આપવા બદલ ભારત સરકાર અને FICCIનો આભાર માનુ છુ.
તમને જણાવી દઈએ કે કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એ ફ્રાન્સમાં આયોજિત વાર્ષિક ફિલ્મ ફેસ્ટિવલ છે જે વિશ્વભરની તમામ શૈલીઓની નવી ફિલ્મોનુ સ્ક્રીનિંગ કરે છે. કાન્સ 2023, જે 16 મેના રોજ સાંજે શરૂ થયો હતો, તે 27 મે સુધી ચાલશે. સારા અલી ખાને પણ 16મી મેના રોજ કાન્સમાં પોતાની હાજરીનો અનુભવ કરાવ્યો હતો. આ સિવાય અનુષ્કા શર્મા અને માનુષી છિલ્લર સહિત અનેક ભારતીય સેલિબ્રિટી આ કાર્યક્રમમાં પોતાની હાજરીનો અનુભવ કરાવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
