રિયલ લાઇફને રીલ લાઇફ પર ઉતારી આ 20 ફિલ્મોએ
પ્રસિદ્ધ લેખક શેક્સપિયરનું માનવું હતું કે દરેક સાહિત્ય કોઇને કોઇ વ્યક્તિની જીવન પર આધારીત હોય છે.
એટલું જ નહીં મોટા ભાગ સાહિત્યકારોનું પણ આ જ કહેવું છે. અને લોકોને પણ રીયલ લાઇફ પર આધારિત સ્ટોરી વધુ રસપ્રદ લાગે છે. એ જ તો કારણ છે કે અનેક બોયાગ્રાફી અને તે બોયાગ્રાફી પર બનેલી ફિલ્મોએ બોક્સ ઓફિસની ટંકશાળ પાડી છે.
ત્યારે આજે અમે તમને આવી જ કેટલીક ફિલ્મો જે રીયલ લાઇફથી આધારીત છે અને રીલ લાઇફમાં ધૂમ મચાવી ચૂકી છે તેની તસવીરો બતાવીશું. જુઓ આ ફોટોસ્લાઇડર...

વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ
આ ફિલ્મ જાણીતા અંડરવર્લ્ડ ડોન હાજી મસ્તાન અને દાઉનના જીવન પર આધારિત છે

સત્યાગ્રહ
અન્ના હજારે અને કેજરીવાલ તથા કિરણબેદીની લોકતંત્રની ચળવળ પર આ ફિલ્મ બની છે.

બ્લેક ફ્રાઇડે
ભારતીય ગેંગસ્ટર ટાઇગર મેમન અને બોમ્બે બોમ્બ બલાસ્ટ પર આધારીત આ ફિલ્મે અનેક વિવાદ ઊભા કર્યા હતા.

ધ અટેક ઓફ 26/11
મુંબઇમાં થયેલા આંતકવાદી હુમલા 26/11 પર આધારીત આ ફિલ્મ જોઇએ તેટલી સફળતા ના મેળવી શકી.

રક્તચરિત
આંધ્રપ્રદેશના જાણીતા નેતા પ્રિતાલા રવિન્દ્રના જીવન અને તેમની પોલિટિકલ લાઇફ પર આધારીત આ ફિલ્મ તેલગુમાં હિટ રહી હતી.

નોટ અ લવ સ્ટોરી
2008માં થયેલા નીરજ ગ્રોવર મર્ડર કેસ પર આધારીત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઇ ખાસ ઉકાળી નહતી શકી.

સ્પેશ્યલ 26
1987માં મુંબઇના ઓપેરા હાઉસમાં એક નકલી સીબીઆઇ ટીમની રેડ પડી હતી જેની પર આધારીત આ ફિલ્મે સારી સફળતા મેળવી હતી.

ગુરુ
જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઇ અંબાણીના જીવન પર આધારીત ફિલ્મ ગુરુએ અભિષેક બચ્ચનને લાઇમ લાઇટમાં લાવી દીધો હતો.

ચક દે ઇન્ડિયા
જાણીતા હોકી પ્લેયર મીર રંજન નાગીના જીવન પરથી પ્રેરણા લઇને બનાવામાં આવેલી આ ફિલ્મને સારી એવી લોકપ્રિયતા મળી હતી.

નો વન કિલ જેસિકા
જેસિકા લાલ મર્ડર કેસ પર આધારિત આ ફિલ્મે સારી સફળતા મેળવી હતી

રાગિની MMS
આ ફિલ્મ રાગિની એમએમએસ પર આશિંક રીતે આધારીત હતો

ધ ડર્ટી પિક્ચર
સાઉથની સાઇડ એક્ટ્રેસ સિલ્ક સ્મિથના જીવન પર આશિંક રીતે આધારીત આ ફિલ્મે બોલીવૂડમાં ભારે ધૂમ મચાવી હતી.

મેરી કૉમ
જાણીતી બોક્સર મેરી કૉમના જીવન પર આધારીત આ ફિલ્મે બોલીવૂડ ફરી એક વાર બોયોગ્રાફી ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો.

સરદાર
સરદાર વલ્લભભાઇ પટેલના જીવન પર આધારીત આ ફિલ્મ ખૂબ જ લોકપ્રિય થઇ હતી

ગાંધી
મહાત્મા ગાંધીના જીવન પર બનેલી આ હોલીવૂડ ફિલ્મ હોલીવૂડના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા.

ભાગ મિલ્ખા ભાગ
જાણીતા દોડવીર મિલ્ખાસિંહના જીવન પર આધારીત આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી દીધી હતી.

જુબૈદા
જોધપુરના કુંવર હસવંત સિંહની પત્ની જુબૈદા બેગમના જીવન પર આધારિત આ ફિલ્મે કરીના કપૂરને નેશનલ એવોર્ડ અપાવ્યો હતો.

પાન સિંહ તોમર
દોડવીર અને સૈનિક એવા પાન સિંહ તોમરના જીવન પર આધારીત આ ફિલ્મે અનેક ક્રિટિકની વાહવાઇ લૂંટી હતી.

શાહિદ
જાણીતા સમાજસેવક શાહિદ આઝમીના જીવન પર આધારિત આ ફિલ્મમાં 2010માં તેમની ધાતકી હત્યા પર આધારીત છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
