ક્યારેક પ્રેમ કરતા હતા આજે સિકલથી પણ નફરત, બૉલીવુડના 10 એક્સ કપલની શોકિંગ કહાની
ક્યારેક પ્રેમ કરતા હતા આજે સિકલથી પણ કરે છે નફરત
હાલમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન અને રિસેપ્શન પાર્ટી ચર્ચામાં છે. લગ્ન બાદ જ્યારે પણ દીપવીર મીડિયા સામે આવ્યા છે બંનેની ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે. બંને બહુ ખુશ અને શાનદાર લાગી રહ્યા છે. જ્યારે આ ખુશી તેમને ભારે મુશ્કેલીઓ બાદ મળી છે. બંનેના ભૂતકાળમાં કેટલાય રિલેશનશિપ રહ્યા છે. જે જબરદસ્ત સમાચારમાં પણ રહ્યા. સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા દીપિકા અને રણબીર કપૂરના રિલેશનશિપ. દીપિકા રણબીરની એટલી દીવાની હતી કે તેના નામનું ટેટૂ પણ બનાવી નાખ્યું હતું.
કેટલાંક વર્ષ બાદ એવું થયું કે બંનેનો આ સંબંધ તૂટી ગયો. કહેવાય છે કે રણબીરે દીપિકાને કેટલીય વાર ચીટ કરી હતી. જ્યારે આ સંબંધના ટૂટ્યા બાદ દીપિકા ડિપ્રેશન જેવી ગંભીર સિચ્યુએશનથી ગુજરી અને જીતીને નીકળી. આ બાદ પણ એની મુશ્કેલીઓ ઘટી નહિ. રણબીરને લઈને તેને અજીબો-ગરીબ સવાલો પણ કરવામાં આવ્યા. દીપિકાએ આ બ્રેકઅપ પર માત્ર ખુલીને વાત જ ન કરી બલકે ગ્રેસફુલી આનાથી બહાર પણ નીકળી. આજે તે રણબીર કપૂરનો મિત્ર બની ચૂકી છે અને રણબીરની ગર્લફ્રેન્ડ આલિયાની બેસ્ટ ફ્રેન્ડ બની ચૂકી છે.

સુપરસ્ટાર એક્સ કપલ
જ્યાં એક બાજુ દીપિકાએ રણબીર કપૂર સાથે બ્રેકઅપને સમજદારીથી સંભાળ્યું તો બીજી બાજુ બૉલીવુડના એવા સ્ટાર કપલ પણ છે જેનું બ્રેકઅપ બહુ અલગ રીતે થયું હતું અને આજે પણ તેઓ એકબીજાની સિકલ જોવા નથી માગતા. તો આવો જાણીએ કે સુપરસ્ટાર એક્સ કપલ વિશે જેઓ એકબીજાની સામે આવી જાય તો કન્ટ્રોવર્સી થઈ જાય...

સલમાન-ઐશ્વર્યા
આ લિસ્ટમાં સૌથી ઉપર નામ તો સલમાન-ઐશ્વર્યાનું જ આવે છે. એક સમયમાં સારાં કપલ હતાં, પરંતુ બંને વચ્ચેના વિવાદોએ જણાવી જ દીધું કે હવે ક્યારેય સાથે કામ કરતા જોવા નહિ મળીએ.

બિપાશા- જોહ્ન
બિપાશા બસુ અને જોહ્ન અબ્રાહમ પણ એક સમય બહુ સારાં કપલ રહી ચૂક્યા છે. જો કે બંને હવે પોતાની જિંદગીમાં આગળ વધી ચૂક્યા છે પરંતુ બંનેના બ્રેકઅપ બાદ ફરી ક્યારેય સાથે જોવ નહિ મળે.

રેખા-અમિતાભ
આમની વચ્ચેનો વિવાદ તો કોઈ છૂપો નથી. હવે આ લોકો ક્યારેય સાથે કામ પણ નહિ કરે.

કરિશ્મા-અભિષેક
કરિશ્મા અને અભિષેકે પણ એક બીજાને લાંબા સમય સુધી ડેટ કર્યા છે. એમના એન્ગેજમેન્ટના સમાચાર પણ એ દિવસોમાં ચર્ચામાં હતા. બંનેએ ફિલ્મ મૈને પ્યાર કિયા હૈમાં સાથે કામ કર્યું જે હિટ સાબિત થઈ હતી. પરંતુ બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

રીતિક-કંગના
રીતિક અને કંગનાનો વિવાદ પણ છૂપો નથી. જેમનો એવો વિવાદ છે જે કોર્ટમાં આવીને પણ ખતમ નથી થયો.

પ્રિયંકા ચોપરા- શાહિદ કપૂર
એક સમય હતો જ્યારે પ્રિયંકા ચોપરા-શાહિદ કપૂરે એક બીજાને ડેટ કર્યા હતા પરંતુ હવે બંનેને બ્રેકઅપ બાદ એમને સાથમાં જોવાનો ચાન્સ પણ ઘટી ગયો છે.

કંગના રાણાવત અને અજય દેવગન
કંગના રાણાવત અને અજય દેવગનના અફેરના અહેવાલ પણ ચર્ચામાં હતા. આ અહેવાલ કેટલા સાચા છે એ તેઓ જ જાણે... પરંતુ આ બાદ બંને ક્યારેય સાથે જોવા નથી મળ્યાં.

શાહિદ કપૂર અને કરીના કપૂર
શાહિદ-કરીનાનું રિલેશનશિપ બૉલીવુડનું સૌથી વિવાદિત અફેર છે. આ બંને પોતાના રિલેશનશિપને ક્યારેય મીડિયાથી છૂપાવ્યું નથી પરંતુ કહેવાય છે કે ભારે વિવાદ બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. આજે બંને એકબીજા સાથે વાત કરવા પણ તૈયાર નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
