Video: રાખી સાવંતે આપ્યુ જ્ઞાનઃ ‘નાકના વાળથી થાય છે હાર્ટમાં બ્લોકેજ'
હાલમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તે લોકોને જ્ઞાન વહેંચી રહી છે અને જ્ઞાન પણ એવુ કે લોકો સાંભળીને ચોંકી જાય.
રાખી સાવંતનો ઉલ્લેખ થાય એટલે તેના નામની પહેલા લોકો ડ્રામા ક્વીન જોડી દે છે. જો કે રાખી સાવંત આ અંગે ઘણી વાર પોતાનો વાંધો વ્યક્ત કરી ચૂકી છે અને મીડિયાને કોસી ચૂકી છે પરંતુ તે પોતાની હરકતો છોડવાનું નામ નથી લેતી. હાલમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તે લોકોને જ્ઞાન વહેંચી રહી છે અને જ્ઞાન પણ એવુ કે લોકો સાંભળીને ચોંકી જાય. ચોંકી જાય એટલા માટે કે તેમણે આ પહેલા આના વિશે કંઈ સાંભળ્યુ નહોતુ અને જો ખરેખર રાખીની વાતમાં સચ્ચાઈ છે તો આ એક ગંભીર વિષય છે.

નાકના વાળથી થાય છે હાર્ટમાં બ્લોકેજ
તમને જણાવી દઈએ કે રાખી પોતાના વાયરલ વીડિયોમાં કહી રહી છે કે નાકના વાળના કારણે હાર્ટમાં બ્લોકેજ થઈ શકે છે એટલા માટે લોકોએ સાવધાની રાખવી જોઈએ. જો કે આ વાત વૈજ્ઞાનિક રીતે કેટલી સાચી છે તે તો ન જણાવી શકાય પરંતુ રાખી સાવંત જે રીતે બિન્દાસ થઈને કહી રહી છે તે જબરદસ્ત છે.

રાખી વીડિયોમાં હેર રિમુવર મશીન બતાવી રહી છે...
રાખી વીડિયોમાં હેર રિમુવર મશીન બતાવી રહી છે કે જે નોઝ હેર સાફ કરે છે. તે કહી રહી છે કે આને ખરીદીને તમે તમારુ નાક સાફ કરો અને હાર્ટને બ્લોક થવાથી બચાવો.

કાસ્ટિંગ કાઉચ પર આપ્યુ હતુ વિવાદિત નિવેદન
તમને જણાવી દઈએ કે આ પહેલા રાખી સાવંતે કાસ્ટિંગ કાઉચ પર પણ વિવાદિત નિવેદન આપ્યુ હતુ. રાખીએ કહ્યુ હતુ કે હા, બોલિવુડમાં ખૂબ જ થાય છે કાસ્ટિંગ કાઉચ. હું બીજાની શું વાત કરુ, હું જ તેની શિકાર છુ.

બોલિવુડમાં ખૂબ જ થાય છે ઉત્પીડન
રાખીએ કહ્યુ હતુ કે જ્યારે હું એક સ્ટ્રગલર હતી ત્યારે મારે આમાંથી પસાર થવુ પડ્યુ પરંતુ તેનો અર્થ એ નથી કે હું જે પણ પ્રોડ્યુસર કે ડાયરેક્ટર પાસે ગઈ તે બધા એવા હતા. બીજા ક્ષેત્રોની જેમ બોલિવુડમાં પણ ઉત્પીડન થાય છે પરંતુ મારામાં ટેલેન્ટ હતુ અને એટલા માટે મે હાર માની નહિ. હું ‘NO' કહેતા શીખી અને એક કલાકારની જેમ પોતાની પ્રતિભાનો ઉપયોગ કર્યો. મને વિરોધ કરતાં આવડતુ હતુ એટલા માટે મારી સાથે કંઈ ખોટુ થયુ નહિ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
