Breaking: બૉલીવુડે ગુમાવ્યો સુપર સ્ટાર, 54 વર્ષી ઈરફાન ખાનનું નિધન
Breaking: બૉલીવુડે ગુમાવ્યો સુપર સ્ટાર, 54 વર્ષી ઈરફાન ખાનનું નિધન
બૉલીવુડ એક્ટર ઈરફાન ખાન હવે આપણી વચ્ચે નથી રહ્યા. મંગળવારે કોલન ઈન્ફેક્શનને પગલે તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના સ્વાસ્થ્યને લઈ વિવિધ પ્રકારની અફવાઓ વાયરલ થઈ હતી. જો કે તેમની ટીમે કહ્યું હતું કે તેઓ સ્ટ્રોન્ગ છે અને લડી રહ્યા છે. બુધવારે મળેલા અહેવાલો મુજબ ઈરફાન ખાનનું નિધન થઈ ગયું છે. ફિલ્મમેકર શૂજિત સરકારે ટ્વીટ કરી તેમના પરિવારને સાંત્વના આપી છે.
જણાવી દઈએ કે 2018માં ઈરફાન ખાનને ન્યૂરોઈંક્રાઈન ટ્યૂમર હોવાનું માલુમ પડ્યું હતું. લંડનમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. જે બાદ તેમની તબિયતમાં સુધારો થયા બાદ તેઓ ભારત પાછા આવી ગયા હતા. ગત દિવસોમાં તેમની માતાનું નિધન થયું હતું. લૉકડાઉનને કારણે ઈરફાન ખાન તેમના અંતિમ સંસ્કારમાં સામેલ નહોતા થઈ શક્યા.

સ્કિપ થઈ ગઈ હતી કેમોથેરાપી
ઈરફાન ખાનના નજીકના લોકો જણાવે છે કે ફિલ્મ અંગ્રેજી મીડિયમના શૂટિંગ દરમિયાન ઈરપાન ખાનને એક કીમો થેરાપી કરાવવાની હતી, પરંતુ શૂટિંગને પગલે તેમની ટ્રીટમેન્ટ સ્કિપ થઈ ગઈ. આ કારણે જ પિલ્મ શૂટિંગ દરમિયાન પણ તેમને કેટલીય તકલીફ થતી હતી. 2 મહિના પહેલા એટલે કે હોળી પહેલા તેમની તબિયત ફરીથી બગડી ગઈ હતી, જે બાદથી તેમની તબિયત વારંવાર બગડતી રહી. હજી 10 દિવસ પહેલા જ તેમની પરેશાની વધી ગઈ હતી, ત્યારે તેમને કોકિલાબેનમાં એડમિટ કરાવવામાં આવ્યા. આ વખતે હોસ્પિટલમાં તેઓ પોતાની બીમારીને લઈ ઘણો સંઘર્ષ કરી રહ્યા હતા.

2018થી ઈલાજ ચાલી રહ્યો હતો
જણાવી દઈએ કે 2018માં ઈરફાન ખાનને ન્યૂરોઈંડોક્રાઈન ટ્યૂમર હોવાનું માલું પડ્યું હતું. લંડનમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. જે બાદ તેમની તબીયતમાં સુધારો થયા બાદ તેઓ પાછા ભારત આવી ગયા હતા.

કોકિલાબેનમાં ચેકઅપ કરાવતા હતા
લંડનથી ઈલાજ કરાવીને ભારત આવ્યા બાદ ઈરફાન ખાન કોકિલાબેન હોસ્પિટલના ડૉક્ટર્સની દેખરેખમાં જ ઈલાજ કરાવી રહ્યા હતા. પાછલા કેટલાય મહિનાથી તેઓ આ હોસ્પિટલે જ રૂટીન ચેકઅપ પણ કરાવતા રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
