Birthday: કંગના રનોત જાહેરાતથી લઈને ફિલ્મ સુધી લે છે આટલી મોટી ફી, સંપત્તિ જાણીને ઉડી જશે હોશ
બૉલિવુડ અભિનેત્રી કંગના રનોત આજે પોતાનો 36મો જન્મદિવસ મનાવી રહી છે. કંગના આજે કરોડોની સંપત્તિની માલિક છે. આવો જાણીએ અભિનેત્રીની નેટ વર્થ.

Kangana Ranaut Net Worth: બૉલિવુડ અભિનેત્રી કંગના રનોત આજે પોતાનો 36મો જન્મદિવસ મનાવી રહી છે. તે પોતાના બિન્દાસ્ત અંદાજ માટે જાણીતી છે. તે બૉલિવુડની ટૉપ અભિનેત્રીઓમાંની એક છે અને છેલ્લા ઘણા વર્ષોથી તેણે હિટ ફિલ્મો આપી છે. જેના પરિણામે આજે કંગના આજે કરોડોની સંપત્તિની માલિક છે. આવો જાણીએ અભિનેત્રીની નેટ વર્થ.

કંગના રનોત પાસે છે આટલી સંપત્તિ
કંગના રનૌતની નેટવર્થ 94 કરોડ છે. તે દર મહિને 1 કરોડથી વધુની કમાણી કરે છે, જ્યારે આખા વર્ષમાં તેની કમાણી 15 કરોડની આસપાસ છે. ફિલ્મો સિવાય અભિનેત્રીઓ એક એડ માટે કરોડો રૂપિયા લે છે. કંગના રનૌત એક ફિલ્મ માટે 15થી 17 કરોડ રૂપિયા લે છે. આ સિવાય તે એન્ડોર્સમેન્ટ માટે 3, 3.5 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કંગનાની નેટવર્થ વધી રહી છે. અભિનય ઉપરાંત, અભિનેત્રી હવે ફિલ્મોનુ નિર્માણ પણ કરે છે, તેનુ પોતાનુ વૈભવી પ્રોડક્શન હાઉસ છે જેનુ નામ 'મણિકર્ણિકા ફિલ્મ્સ' છે.

કંગના પાસે છે ત્રણ ઘર
કંગના રનૌતની પ્રોપર્ટીની વાત કરીએ તો તેની પાસે ત્રણ ઘર છે. કંગના રનૌતનો ઓર્કિડ બ્રિઝ રોડ, ખાર વેસ્ટ, મુંબઈ પર આલીશાન ફ્લેટ છે. આ સિવાય કંગના પાસે તેના હોમ ટાઉન મનાલીમાં પણ એક આલીશાન બંગલો છે. જેની કિંમત 30 કરોડથી વધુ છે. વર્ષ 2017માં કંગનાએ પાલી હિલમાં બિલ્ડીંગ લીધી હતી. અન્ય સ્ટાર્સની જેમ કંગના રનૌત પણ લક્ઝરી વાહનોની શોખીન છે. પ્રથમ BMW 7 સિરીઝની કાર ખરીદી હતી. આ સિવાય કંગના પાસે મર્સિડીઝ બેન્ઝ GLE સહિત ઘણી મોંઘી ગાડીઓ છે. જેની કિંમત 1.25 કરોડની આસપાસ છે.

કંગના રનૌતનુ વર્કફ્રંટ
કંગના રનૌતના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ ઈમરજન્સીમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. ખાસ વાત એ છે કે અભિનેત્રી પહેલીવાર ફિલ્મનુ નિર્દેશન કરશે. વિશાલ ભૂમિકા ચાવલા, સતીશ કૌશિક, મિલિંદ સોમન, અનુપમ ખેર, શ્રેયસ તલપડે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
