'બિકિની ગર્લ' અર્ચના ગૌતમની આવવાની છે ફિલ્મ IPL, કોંગ્રેસથી લડી રહી છે ચૂંટણી

ઉત્તર પ્રદેશની હસ્તિનાપુર વિધાનસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર અર્ચના ગૌતમ ઘણી ફિલ્મમાં કામ કરી ચૂકી છે.

મુંબઈઃ ઉત્તર પ્રદેશની હસ્તિનાપુર વિધાનસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર અર્ચના ગૌતમ ઘણી ફિલ્મમાં કામ કરી ચૂકી છે. તે ઈન્ડસ્ટ્રીમાં બિકિની ગર્લના નામથી જાણીતી છે. ગ્લેમરની દુનિયામાંથી રાજનીતિમાં એન્ટ્રી લઈ ચૂકેલી અર્ચાના ગૌતમે હાલમાં જ પોતાની આગલી ફિલ્મના અમુક ફોટા શેર કર્યા છે. તેની અપકમિંગ ફિલ્મ આઈપીએલ છે જેમાં તે વિશ્વ કાર્તિકેય અને નીતિન નૈશ સાથે જોવા મળશે.

માર્ચમાં રિલીઝ થશે ફિલ્મ

માર્ચમાં રિલીઝ થશે ફિલ્મ

અર્ચનાએ જણાવ્યુ કે તેની આગલી ફિલ્મ માર્ચમાં રિલીઝ થવાની છે. જો કે, તેણે તેની ડેટનો ખુલાસો કર્યો નથી. અટકળો લગાવવામાં આવી રહી છે કે ચૂંટણી પરિણામની આસપાસ આ ફિલ્મ રિલીઝ થઈ શકે છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો ફોટો

ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો ફોટો

ઈન્સ્ટાગ્રામ પર અર્ચનાએ ઘણા બધા ફોટા શેર કર્યા છે. એક ફોટામાં તે મોબાઈલ ચલાવતી જોવા મળી રહી છે. અર્ચના સાઉથ ઈન્ડસ્ટ્રી સાથે હિંદી સિનેમામાં પણ કામ કરી ચૂકી છે. અર્ચનાની IPL Its Pure Love તેલુગુ ફિલ્મ છે જ્યારે Gundas અને 47A તમિલ ફિલ્મ છે.

મૂળ મેરઠની રહેવાસી છે અર્ચના ગૌતમ

મૂળ મેરઠની રહેવાસી છે અર્ચના ગૌતમ

અર્ચના ગૌતમ મૂળ ઉત્તર પ્રદેશના મેરઠની રહેવાસી છે. અર્ચનાનો જન્મ એક સપ્ટેમ્બર, 1995ના રોજ મેરઠમાં થયો હતો. તે અત્યારે 27 વર્ષની છે. અર્ચનાએ પોતાનો 12માંનો અભ્યાસ મેરઠમાં શાંતા સ્મારકથી કર્યો છે. ત્યારબાદ તેણે આઈઆઈએમટી એન્જિનિયરીંગ કૉલેજથી ગ્રેજ્યુએશન કર્યુ છે.

ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તીમાં અભિનયથી શરુઆત કરી

તે માસ કમ્યુનિકેશનની સ્ટુડન્ટ હતી અને તેણે બેચરલ ઑફ જર્નાલિઝમ માસ કમ્યુનિકેશન કર્યુ છે. ત્યારબાદ તેણે રિયલ એસ્ટેટમાં જૉબ કરી અને ત્યારબાદ તે મુંબઈ જતી રહી. પોતાના મૉડલિંગ અને એક્ટિંગ કરિયરને પૂરુ કરવા માટે અર્ચના મુંબઈમાં રહી. મૉડલિંગ કરિયર દરમિયાન 2014માં અર્ચનાને મિસ યુપીની ખિતાબ મળ્યો. અર્ચનાએ 2015માં બૉલિવુડમાં ગ્રેટ ગ્રાન્ડ મસ્તીથી અભિનયની શરુઆત કરી.

2018માં મિસ બિકિનીનો ખિતાબ મેળવ્યો

અર્ચનાએ 2018માં મિસ બિકિનીનો ખિતાબ મેળવ્યો હતો. તેણે ઘણી બ્રાન્ડસ માટે પ્રિન્ટ અને ટેલીવિઝન પર જાહેરાતોમાં મોડલિંગ પણ કર્યુ. અર્ચનાએ ફિલ્મ હસીના પારકર અને પછી ફિલ્મ બરોટ કંપનીમાં કામ કર્યુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X