Bigg Boss OTT 3 : કોણ છે બીગ બોસ ઓટીટીમાં જોવા મળનારી વાયરલ ગર્લ શિવાની કુમારી?

બિગ બોલ ઓટીટીની 3 સિઝન માટે એક પછી એક કન્ટેસ્ટન્ટના નામ સામે આવી રહ્યાં છે. હવે આ લિસ્ટમાં એક વાયરલ ગર્લનું નામ પણ જોડાયુ છે.

બિગ બોસ ઓટીટી 3 ની ચાહકો લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 21 જૂને OTT પ્લેટફોર્મ Jio Cinema પર સ્ટ્રીમ થવા જઈ રહ્યો છે. આ સ્થિતિમાં શોમાંથી કન્ફર્મ કન્ટેસ્ટન્ટના નામ પણ સતત સામે આવી રહ્યા છે.

Shivani Kumari

કોણ છે શિવાની કુમારી?
શોની ચોથી કન્ફર્મ્ડ સ્પર્ધક જાહેર થઈ ગઈ છે અને તેઅન્ય કોઈ નહીં પણ સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર અને ટિકટોકર શિવાની કુમારી છે. જે ઉત્તર પ્રદેશની રહેવાસી છે અને તેણે પોતાના કન્ટેન્ટથી ખાસ ફેન ફોલોઈંગ બનાવી છે.

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લાના અરયારી ગામની રહેવાસી શિવાની કુમારી પ્રખ્યાત સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર છે. શિવાની તેની સાદગી માટે જાણીતી છે. તે અવારનવાર તેના ઈન્સ્ટાગ્રામ પર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે, જેમાં તેની સાદગી જોઈ શકાય છે.

તેની આ જ સાદગીએ તેને ચાહકોમાં જબરદસ્ત ઓળખ અપાવી છે, જેના કારણે શિવાનીની આજે 40 લાખ ફેન ફોલોઈંગ છે.

શિવાની કુમારી સોશિયલ મીડિયા સેન્સેશન છે. શિવાનીએ શેર કરેલા વીડિયોમાં તેની સિમ્પલ સ્ટાઈલ અને ગામડાનું જીવન જોઈ શકાય છે. ગરીબ પરિવારમાંથી આવતી શિવાનીએ સોશિયલ મીડિયા દ્વારા પોતાના દમ પર ઘણું નામ બનાવ્યું છે, આજે ભાગ્યે જ કોઈ એવું હશે જે તેને જાણતું ન હોય, પરંતુ એક સમય હતો જ્યારે તેની પાસે ચપ્પલ ખરીદવાના પૈસા પણ નહોતા.

આજે શિવાની કુમારી એટલી જાણીતી છે કે સોશિયલ મીડિયા પર તેનું નામ જ પૂરતું છે. શિવાની કુમારીએ પણ પોતાના દમ પર એક ઘર બનાવ્યું છે, જેનો વીડિયો તેણે તેના ફેન્સ સાથે શેર પણ કર્યો છે.

શિવાનીના ચાહકો પણ તેને ઘણો સાથ આપે છે અને તેના સુખ-દુઃખમાં તેની સાથે રહે છે. શિવાનીની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે હવે તે સોશિયલ મીડિયા છોડીને ટીવીની દુનિયામાં પ્રવેશી રહી છે.

શિવાની કુમારી પ્રથમ રૂરલ ઈન્ફ્લૂએન્સર છે, જે બિગ બોસના ઘરમાં પોતાનો જાદુ ફેલાવતી જોવા મળશે. તાજેતરમાં OTT પ્લેટફોર્મ Jio Cinemaના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શિવાનીની ઝલક દર્શાવતા ફોટા શેર કરવામાં આવ્યા છે, જેની સાથે લખ્યું છે કે, હેલો મિત્રો, અમારા ચોથા સ્પર્ધકનો અંદાજ લગાવો.

આ પોસ્ટનું કોમેન્ટ સેક્શન પણ શિવાનીના નામથી ભરેલું છે. આ સ્થિતિમાં, એવું કહેવું ખોટું નહીં હોય કે શિવાનીના ફેન્સ પણ તેને શોમાં જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X