OMG! શાહરૂખના નામે વેચાઇ રહી છે સલમાનની 'ટ્યૂબલાઇટ'!
બેલ્જિયમના એક થિયેટરમાં સલમાન ખાનની ફિલ્મ 'ટ્યૂબલાઇટ' શાહરૂખ ખાનના નામે ચલાવવામાં આવી રહી છે.
સલમાન ખાનની ઇદ પર રિલીઝ થેયલ ફિલ્મ 'ટયૂબલાઇટ' પાસે દર્શકો અને ફિલ્મમેકર્સને મોટી આશા હતી, પરંતુ ફિલ્મ એ આશા પર ખરી નથી ઉતરી શકી. કબીર ખાને બોલિવૂડને 'બજરંગી ભાઇજાન' જેવી ફિલ્મ આપી છે, જેની સામે 'ટ્યૂબલાઇટ' નબળી પડે છે. ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો બંન્નેએ મિક્સ રિસ્પોન્સ આપ્યો છે. વધારે ખરાબ સમાચાર તો એ છે કે, બેલ્જિયમના થિયેટરમાં આ ફિલ્મ ચલાવવા માટે શાહરૂખના સ્ટારડમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

શાહરૂખની પોપ્યુલારિટીનો લાભ
જી હા, બેલ્જિયમના એક થિયેટરમાં ફિલ્મ 'ટ્યૂબલાઇટ' શાહરૂખના નામે ચલાવવામાં આવી રહી છે. ફિલ્મની કાસ્ટમાં સૌ પ્રથમ સલામનની જગ્યાએ શાહરૂખ ખાનનું નામ લખવામાં આવ્યું છે, જ્યારે કે શાહરૂખ આ ફિલ્મમાં માત્ર એક નાનકડો કેમિયો પ્લે કરી રહ્યાં છે. ઓવરસિઝમાં આમ પણ શાહરૂખ ખાન ખૂબ લોકપ્રિય છે, એ લોકપ્રિયતાનો થોડો લાભ સલમાનની ફિલ્મને પણ મળે વિચારે આ પ્રમોશનલ સ્ટ્રેટેજી વાપરવામાં આવી હોય એમ લાગી રહ્યું છે.

શાહરૂખનો કેમિયો
'ટ્યૂબલાઇટ'માં શાહરૂખ ખાને એક કેમિયો રોલ પ્લે કર્યો છે અને શાહરૂખ તથા સલમાનનો એ સિન ફિલ્મનો બેસ્ટ સિન કહેવાયો છે. જો કે, આ પહેલીવાર નથી, જ્યારે શાહરૂખ માત્ર એક કેમિયો રોલ પ્લે કરીને આખી ફિલ્મ પર છવાઇ ગયા હોય. આ પહેલાં પણ આવું અનેકવાર થઇ ચૂક્યું છે.

હર દિલ જો પ્યાર કરેગા
સલમાન ખાનની જ એક ફિલ્મ 'હર દિલ જો પ્યાર કરેગા'માં શાહરૂખ ખાને 'કુછ કુછ હોતા હે'ની નાનકડી કો-સ્ટાર સાથે કેમિયો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મના અંતમાં પણ શાહરૂખ ખાન અને સલમાન ખાન કંઇક રીતે જોવા મળ્યા હતા. ફિલ્મમાં સલમાન સામે રાણી મુખર્જી અને પ્રીટિ ઝિંટા જેવી એક્ટ્રેસિસ હતી અને આમ છતાં શાહરૂખનો આ ક્યૂટ કેમિયો ફિલ્મનું મુખ્ય આકર્ષણ બન્યો હતો.

સાથિયા
જી હા, 'સાથિયા' ફિલ્મમાં પણ શાહરૂખ ખાન જોવા મળ્યા હતા. ફિલ્મ 'સાથિયા'માં રાણી મુખર્જીનો જે કાર સાથે એક્સિડન્ટ થાય છે, એ કારના માલિક બન્યા હતા શાહરૂખ ખાન અને તેમની પત્નીના રોલમાં જોવા મળી હતી તબ્બુ. શાહરૂખ અને તબ્બુને સ્ક્રિન પર જોઇને થોડી વાર માટે દર્શકો ફિલ્મની વાર્તામાં શું ચાલી રહ્યું છે એ પણ ભૂલી ગયા હતા.

લક બાય ચાન્સ
ફરહાન અખ્તરની એક્ટર તરીકેની બીજી ફિલ્મ 'લક બાય ચાન્સ'માં બે સુપરસ્ટાર્સ જોવા મળ્યા હતા. શાહરૂખ અને હૃતિક. ફિલ્મમાં શાહરૂખનો ખૂબ નાનકડો કેમિયો છે, પરંતુ તે સ્ક્રિન પર આવે કે તરત છવાઇ જાય છે. આ વાત ફરહાન અખ્તરે જાતે પણ સ્વીકારી હતી.

ભૂતનાથ
ફિલ્મ 'ભૂતનાથ' આમ તો અમિતાભ બચ્ચન અને નાનાકડા બાળ કલાકારની ફિલ્મ છે, જેમાં શાહરૂખ ખાન તે બાળ કલાકારના પિતાના રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં પણ શાહરૂખ ખાનનો નાનકડો રોલ દર્શકોનું ભરપૂર મનોરંજન કરવામાં સફળ રહ્યો હતો.

હે બેબી
'હે બેબી'નો શાહરૂખનો કેમિયો શાહરૂખ અને તેના ફેન્સ તો શું અક્ષય કુમાર પણ ક્યારેય નહીં ભૂલી શકે. આ ફિલ્મના એક સોંગમાં માત્ર થોડી મિનિટો માટે શાહરૂખ જોવા મળ્યા હતા, પરંતુ તમામ લાઇમલાઇટ લઇ ગયા હતા.

એ દિલ હે મુશ્કિલ
આમ તો ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'ના લીડ સ્ટાર રણબીર કપૂર અને અનુષ્કા શર્મા હતા, પરંતુ ફિલ્મમાં ઐશ્વર્યા રાયની એન્ટ્રી બાદ જ જમાવટ આવી હતી, એમ સૌનું કહેવું છે. શાહરૂખ ખાનનો કેમિયો સરપ્રાઇઝ રાખવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે શાહરૂખ સ્ક્રિન પર આવ્યા ત્યારે તેમના પરથી નજર ખસેડવી મુશ્કેલ હતી. આ નાનકડા રોલમાં ફિલ્મની ટેગ લાઇન કરણ જોહરે શાહરૂખ પાસે બોલાવી હતી. શાહરૂખ, રણબીર અને ઐશ્વર્યાનો એ સિન ફિલ્મનો સૌથી યાદગાર સિન બની રહ્યો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
