સૈફ અલી ખાન સાથે બોલ્ડ અંદાજમાં પૂલમાં મસ્તી કરતી જોવા મળી બેબો, ફોટો વાયરલ
આ દિવસોમાં સૈફ અલી ખાન પોતાનો 53મોં જન્મ દિવસ મનાવી રહ્યો છે. બર્થ ડે સેલિબ્રેશન વચ્ચે સૈફ અલી ખાન બેબો એટલે કે કરીના કપૂર સાથે પૂલમાં મસ્તી કરતો જોવા મળ્યો હતો. હવે બન્નેનો બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સૈફ અલી ખાનના બર્થ ડે પર કરીના કપૂરે વિશ કરવા માટે બોલ્ડ ફોટો શેર કર્યો છે. આ ફોટો સાથે કરીના કપૂરે સ્પેશિયલ નોટ પણ લખી છે. કરીના કપૂરે તેના ક્વોલિટી ટાઈમના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને બોલ્ડ અંદાજમાં વિશ કર્યુ છે.

આ તસવીરમાં સૈફ અલી ખાન શર્ટલેસ સ્ટાઈલમાં જોવા મળી રહ્યો છે અને કરીના કપૂર પિંક મોનોકિનીમાં બોલ્ડ પોઝ આપી રહી છે. સૈફ અને કરીના કપૂરની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.
આ ફોટો શેર કરતા કરીના કપૂરે લખ્યુ કે, તમે તે તસવીર પસંદ કરી જે હું ખુદ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી શકી હોત, ભલે તમે મારી સામે હસતા હોવ અને આવુ કેમ કેમ ન થાય? આજે તમારો જન્મદિવસ છે, તમે હંમેશા આવા જ રહો. તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દયાળુ, ઉદાર અને થોડા ઉન્મત્ત, હું તમારા વિશે આખો દિવસ લખી શકું છું, પરંતુ આપણે કેક પણ ખાવી પડશે.
કરીનાની આ પોસ્ટ પર કરિશ્મા કપૂરે રેડ હાર્ટ અને સ્ટાર ઇમોજી શેર કર્યા છે. સોનમ કપૂરે લખ્યું કે, હેપ્પી બર્થ ડે સૈફ. અમે તને પ્રેમ કરીએ છીએ. આ સિવાય અર્ચના પુરણસિંહે પણ અભિનંદન પાઠવ્યા. અમૃતા સિંહે લખ્યું કે આજે સૈફનો દિવસ છે. બીજી તરફ ફેન્સ બેબોનો લુક જોઈને ફાયર ઈમોજી શેર કરી રહ્યા છે.
જણાવી દઈએ કે સૈફ અલી ખાન છેલ્લે ફિલ્મ આદિપુરુષમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં સૈફે રાવણના રોલમાં જોવા મળ્યો હતો. ફિલ્મના બોગસ વીએફએક્સ અને કેરેક્ટરને કારણે ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
