અનન્યા પાંડેની કઝીન અલાનાને બીચ બોયફ્રેન્ડે પ્રપોઝ કર્યું, કિસ કરતા ફોટો વાયરલ!
અભિનેત્રી અનન્યા પાંડેની કઝીન અલાના પાંડે ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. તેના બોયફ્રેન્ડ આઇવર મેક્ક્રેએ તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને તેને લગ્ન માટે હા પાડી છે.
મુંબઈ, 6 નવેમ્બર : અભિનેત્રી અનન્યા પાંડેની કઝીન અલાના પાંડે ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. તેના બોયફ્રેન્ડ આઇવર મેક્ક્રેએ તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને તેને લગ્ન માટે હા પાડી છે. અલાનાને તેના બોયફ્રેન્ડે બીચ પર લઈ જઈને પ્રપોઝ કર્યું હતું. જ્યારે અલાનાએ હા પાડી ત્યારે બંનેએ એકબીજાને કીસ કર્યું અને હગ કરી. અલાનાએ આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

બીચ પર પ્રપોઝ કર્યુ
અલાના પાંડેએ શેર કરેલી તસવીરોમાં આઇવર ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે. સગાઈ થઈ ગઈ છે. તેના બોયફ્રેન્ડના રોમેન્ટિક અંદાજમાં પ્રપોઝલ સ્વીકાર્યા બાદ અલાના ઘણી ખુશ દેખાઈ રહી છે.

અલાનાએ શું કહ્યું?
અલાનાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, જ્યાં સુધી હું તમને મળી ન હતી, ત્યાં સુધી કોઈ અન્ય વ્યક્તિને આટલો પ્રેમ કરવાની કલ્પના પણ કરી શકતી નહોતી. મને દરરોજ હસાવવા અને વહાલ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. તમે ખરેખર મને આ સ્થાનમાં સૌથી વધુ ખુશીનો અનુભવ કરાવો છો. હું તમારી સાથે પરિવાર વસાવવા વધારે રાહ જોઈ શકતી નથી.

બે વર્ષ પહેલા બન્ને મળ્યા હતા
અલાનાએ અન્ય ઇન્સ્ટા પોસ્ટમાં લખ્યું કે, આજથી 2 વર્ષ પહેલા હું આ અદ્ભુત વ્યક્તિ (આઈવર) ને હેલોવીન પાર્ટીમાં મળી હતી. તે રાત્રે તેણે મને એટલી હસાવી કે મારા જડબામાં દુખાવો થવા લાગ્યો. બાકીનું બધું ખૂબ જ અસ્પષ્ટ લાગે છે પણ મને યાદ છે કે તેને મને કેટલી ખુશ કરી. અમે એકબીજાને ઓળખવા માટે 3 મહિના સુધી સાથે રહ્યા. હવે એક દિવસથી વધુ દૂર રહેવું મુશ્કેલ લાગે છે. તેણે મને દેશ વિદેશમાં ઘર જેવો અનુભવ કરાવ્યો.

અલાનાની માતાએ અભિનંદન આપ્યા
અલાનાની માતાએ પણ એક પોસ્ટ કરી પુત્રીની સગાઈ પર ખુશી વ્યક્ત કરી. તેની પુત્રીની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં અલાના પાંડેની માતાએ લખ્યું કે, મારી પ્રિય પુત્રીની સગાઈ માટે અભિનંદન. હું તારા માટે પ્રેમ અને નસીબની કામના કરું છું.

આઈવર કોણ છે?
અલાનાનો થનાર પતિ આઈવર ઇન્સ્ટાગ્રામ પર પોતાને એક ફિલ્મ નિર્દેશક તરીકે ઓળખાવે છે. આઈવર અને અલાના પાસે એક યુટ્યુબ ચેનલ પણ છે, જેના ઘણા બધા ફોલોઅર્સ છે. અલાના પાંડે અને આઈવર અમેરિકામાં સાથે રહે છે. અલાના પાંડે 26 વર્ષની છે. તેણે ફેશન ક્ષેત્રે લંડનથી અભ્યાસ કર્યો છે.

અલાના સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે
અલાના પાંડે સોશિયલ મીડિયા સેન્સેશન છે. તે ઘણીવાર તેના બોલ્ડ ફોટા શેર કરીને ઇન્ટરનેટ પર હેડલાઇન્સ બનાવતી જોવા મળે છે. અલાના પાંડેના ઇન્સ્ટાગ્રામ પર તેના ઘણા બોલ્ડ ફોટા છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ બિકીની તસવીરો શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર અલાનાની ફેન ફોલોઈંગ પણ જોરદાર છે. ઈન્સ્ટાગ્રામ પર તેના છ લાખથી વધુ ફોલોઅર્સ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
